Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીની ગોરીયાવડ શાળામાં વિશ્વ વરુ દિવસની ઉજવણી:વન્યજીવોના સંરક્ષણ માટે વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

    11 hours ago

    પાટડી તાલુકાની ગોરીયાવડ પ્રાથમિક શાળામાં વિશ્વ વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બજાણા વન્ય પ્રાણી રેન્જ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને તેમના સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ પ્રસંગે, વન્યજીવ અને જીવસૃષ્ટિ તેમજ જંગલ વિશે વી.કે. મકવાણાએ બાળકોને વિસ્તૃત સમજ આપી હતી. નિવૃત્ત ટી.ડી.ઓ. વી.એચ. મકવાણાએ સમાજને વ્યસનમુક્ત બનાવવા, વનનું જતન કરવા અને બાળકો વન વિભાગને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દરેક બાળકને માતા-પિતાના નામે એક વૃક્ષ વાવવા પણ પ્રેરિત કર્યા હતા. વન્ય પ્રાણી વિભાગના સ્ટાફ જગદીશભાઈ પટેલ, જલાભાઈ ભૂગોળ, મમતાબેન અને ભરતભાઈ રબારીએ વરુ અને અન્ય વન્ય પ્રાણીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વરુના જીવન, પ્રકૃતિમાં તેની ભૂમિકા, પર્યાવરણનું સંતુલન જાળવવામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન અને ખાદ્યશૃંખલામાં તેની મુખ્ય ભૂમિકા સમજાવી હતી. વધુમાં, વિદ્યાર્થીઓને વરુના સંરક્ષણ, તેના રહેઠાણની જાળવણી અને વન વિભાગ દ્વારા વરુની વસ્તી તેમજ સંરક્ષણ માટે કરવામાં આવતી દેખરેખ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    Coimbatore Company Gives Employee 30 Days Off After Father's Death, Pays 20% Of Medical Bills
    Next Article
    11 રાજ્યોના 126 ધાર્મિક સ્થળોની બોગસ વેબસાઈટ બનાવી છેતરપિંડી:દેશભરમાંથી 21,985 લોકોને ખંખેરનારી ત્રિપુટી ઝડપાઈ, ફોટો માટે AIનો ઉપયોગ કરતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment