Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેશભાઈ ગોધાણી બોટાદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન:ફરીવાર બિનહરીફ વરણી, કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી

    8 hours ago

    બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે સુરેશભાઈ ગોધાણીની સતત બીજી વખત અઢી વર્ષના કાર્યકાળ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટ બાદ બિનહરીફ વરણી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની મુદત પૂર્ણ થતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સુરેશભાઈ ગોધાણીના નામનો મેન્ડેટ જાહેર કરવામાં આવતા તેમની બિનહરીફ વરણી થઈ હતી. અગાઉ પણ આપી ચૂક્યા છે સેવાઓ સુરેશભાઈ ગોધાણી અગાઉ પણ સંઘના ચેરમેન તરીકે સફળ સેવાઓ આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં કુલ 19 ડિરેક્ટરો સમાવિષ્ટ છે. પદાધિકારીઓ દ્વારા મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવાઈ પુનઃ ચેરમેન તરીકે પસંદગી થતાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. ખેડૂતોના સર્વાંગી હિતમાં કામ કરવાનો સંકલ્પ આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન સુરેશભાઈ ગોધાણીએ સંઘ દ્વારા આગામી દિવસોમાં પણ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપીને જિલ્લાના તમામ ખેડૂતોને મહત્તમ લાભ મળે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    'ખબર નહોતી કે હું દાઉદની પાર્ટીમાં ગાવા આવ્યો છું':અબુ સલેમ માટે મજબૂરીમાં ગીત ગાયાનો કુમાર સાનુનો દાવો, અંડરવર્લ્ડના ડર અને ફન્ડિંગ પર ખુલાસો કર્યો
    Next Article
    NSIT-IFSCS જેતલપુર ખાતે શૈક્ષણિક સત્ર 2026નો ભવ્ય પ્રારંભ:આધુનિક 'સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર' (SOC) લેબનું ઉદ્ઘાટન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment