Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી ખેડૂતોના ધરણાનો છઠ્ઠો દિવસ:સાગબારામાં જંગલ જમીન મુદ્દે રાજકીય પક્ષોનું સમર્થન, કોંગ્રેસ નેતાઓ આવતીકાલે મળશે

    12 hours ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા અહિંસક ધરણા-પ્રદર્શનનો આજે છઠ્ઠો દિવસ છે. સરકાર પાસે ન્યાય અને યોગ્ય વાજબી ઉકેલની માંગ સાથે આદિવાસી ખેડૂતો આંદોલન પર મક્કમ રહ્યા છે, જેના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે. ભાજપના સાંસદ અને પદાધિકારીઓની ધરણાં સ્થળે મુલાકાત આંદોલનની શરૂઆતથી જ ભાજપના લીલાબેન વસાવા ખેડૂતો સાથે જોડાયા હતા. ત્યારબાદ સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તેમજ ડેડીયાપાડા ભાજપના આગેવાનો અને પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા તથા શંકર વસાવાએ ધરણાં સ્થળે પહોંચી ખેડૂતોની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓનું પણ મળ્યું સમર્થન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ પણ આદિવાસી ખેડૂતોને આંદોલનમાં સમર્થન જાહેર કર્યું હતું. સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય ડો. દયારામ વસાવા પણ શરૂઆતથી જ ખેડૂતોની પડખે રહ્યા છે. યોગ્ય નાણાકીય ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આદિવાસી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જંગલ જમીનના ખેડાણ અંગે સરકાર તરફથી યોગ્ય ન્યાય અને કાયમી ઉકેલ આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું અહિંસક ધરણા-પ્રદર્શન સતત ચાલુ રહેશે. આવતીકાલે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પહોંચશે આવતીકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના પ્રદેશકક્ષાના નેતાઓ સાગબારા પહોંચી ધરણાં સ્થળે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળશે. તમામ પક્ષોના આગેવાનોની હાજરીથી આ મુદ્દો હવે ભારે રાજકીય ગરમાવો પકડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના મોડાસામાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ:નગરના રસ્તાઓ પર તિરંગા ધ્વજ સાથે લાંબી રેલી નીકળી
    Next Article
    તિરંગાની આન-બાન-શાન સાથે ભાવનગર બન્યું તિરંગામય:ભવ્ય તિરંગા યાત્રામાં છવાયો દેશભક્તિનો અદમ્ય જુસ્સો, મંત્રી, મેયર, ધારાસભ્યએ ફ્લેગ ઓફ કરીને એ. વી. કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment