Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરગઢડા હનીટ્રેપ કેસ:ત્રણ માસથી ફરાર બે આરોપી સુરતના ઓલપાડમાંથી ઝડપાયા, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવતા

    14 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં હનીટ્રેપના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને ગીર સોમનાથ SOGએ સુરત ગ્રામ્યના ઓલપાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે બંને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. બંનેને જરૂરી કાર્યવાહી બાદ ગીરગઢડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ત્રણ મહિનાથી પોલીસ પકડથી દૂર હતા ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં BNS કલમ 308(7) સહિતની કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી. આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ છેલ્લા ત્રણેક મહિનાથી પોલીસ પકડથી દૂર હતા. SOGના ASI જીજ્ઞેશગીરી અમૃતગીરી, ASI સરમણભાઇ ભોપાભાઇ સહિતના કર્મચારીઓએ ગુનાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી આરોપીઓના સંભવિત સ્થળો અંગે માહિતી એકત્ર કરી હતી. ઓલપાડમાં વોચ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા તપાસ દરમિયાન આરોપીઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં હોવાની કડી મળતાં SOGની ટીમ સુરત પહોંચી હતી. ઓલપાડ પોલીસ સ્ટેશનની ટીમની મદદથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પર નજર રાખવામાં આવી હતી. અંતે ઓલપાડ વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ખોટી ઓળખ ઉભી કરી નાણાં પડાવતા હોવાનો આરોપ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લોકોનો સંપર્ક કરી તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. ત્યારબાદ પોલીસની ખોટી ઓળખ ઊભી કરીને નાણાં પડાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. મહિલા અને પુરુષ આરોપીની ધરપકડ પોલીસે ઝડપેલા આરોપીઓમાં ભારતીબેન અશોકભાઇ ગઢાધરા (ઉંમર 45 વર્ષ), રહે. સ્કાઇલાઇન, ઓલપાડ અને ચિરાગ નિતેશભાઇ પરમાર (ઉંમર 26 વર્ષ), રહે. અક્ષર એપાર્ટમેન્ટ, કતારગામનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન ભારતીબેન ગઢાધરા સામે કોડીનાર કોર્ટના પોક્સો કેસ નં. 08/2025ના કામે પકડ વોરંટ ઇશ્યુ થયેલું હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે પોલીસે અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Neeraj Chopra, Pullela Gopichand Launch Indian School Of Coaching Excellence
    Next Article
    અરવલ્લીના મોડાસામાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ:નગરના રસ્તાઓ પર તિરંગા ધ્વજ સાથે લાંબી રેલી નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment