Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૉલ ટેસ્ટ- ભારત ત્રણ લેફ્ટ આર્મ સ્પિનર ઉતારી શકે:બોલિંગ કોચ મોર્કેલે સંકેત આપ્યા; કહ્યું- કુલદીપ, જાડેજા અને માનવની સ્કિલ્સ અલગ

    2 days ago

    ભારત ગૉલ ટેસ્ટમાં ત્રણ લેફ્ટ આર્મ સ્પિનર ઉતારી શકે છે. ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં તેના સંકેત આપ્યા. ટીમ કુલદીપ યાદવ, માનવ સુથાર અને રવીન્દ્ર જાડેજાને પ્લેઇંગ-11માં તક આપી શકે છે. મોર્કેલે કહ્યું- 'ત્રણેય બોલરની સ્કિલ્સ અલગ-અલગ છે. તેમની પાસે 20 વિકેટ લેવાની ક્ષમતા છે. કુલદીપ ડાબા હાથની કાંડા સ્પિનથી બોલિંગ કરે છે. જાડેજા સતત વિકેટ પર બોલિંગ કરી શકે છે. જ્યારે માનવ ઊંચા કદ સાથે જૂના જમાનાની ડાબા હાથની સ્પિન નાખે છે.' મોર્કેલે કહ્યું- ગૉલની પીચ પર સ્પિનર ​​એટેકિંગ ઓપ્શન મોર્કેલે કહ્યું કે- ગૉલની પીચ પર ભારતના સ્પિન બોલરો ટીમને આક્રમક વિકલ્પો આપે છે. મેચ આગળ વધવાની સાથે પીચ સ્પિનરોને મદદ કરશે.' તેમણે કહ્યું- અહીં રમાયેલી મેચ પર નજર કરીએ તો ત્રણ સ્પિનરો સાથે જવું યોગ્ય લાગે છે.' જોકે મોર્કેલનું માનવું છે કે કેપ્ટન શુભમન ગિલ આ બોલરોનો કેવી રીતે ઉપયોગ કરે છે, તેના પર ઘણું નિર્ભર રહેશે. ભારત 2 પેસર સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ મોહમ્મદ સિરાજ સાથે એક વધુ ઝડપી બોલર રમાડી શકે છે. મોર્કેલે કહ્યું કે પ્રસિદ્ધ અને ગુરનૂરમાંથી જેને પ્લેઇંગ-11માં સ્થાન મળશે, તે જવાબદારી નિભાવશે. તેમણે કહ્યું કે બંનેએ ઘણું ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું છે મોર્કેલે કહ્યું- શોર્ટ બોલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ મોર્કેલે સ્વીકાર્યું કે તેમની સામે સૌથી મોટો પડકાર ગરમી હશે. આ ઉપરાંત તેમણે કહ્યું- ઝડપી બોલર માટે 20થી 35 ઓવર પછી બોલ નરમ પડી જશે. બોલરોએ ક્રિઝનો ઉપયોગ કરવા અને શોર્ટ બોલના ઉપયોગમાં સમજદારી દાખવવાની જરૂર છે.'
    Click here to Read More
    Previous Article
    શ્રમિકો માટે મોટી રાહત:હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર, 6 સંસ્થાઓ સાથે MoU
    Next Article
    ભારત પહેલીવાર કોમનવેલ્થ ફેન્સિંગનું ઓવરઓલ ચેમ્પિયન:13 ગોલ્ડ સહિત 35 મેડલ જીત્યા, વિલ્કિન્સન સ્વૉર્ડ ટ્રોફી પણ મળી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment