Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા મૈયા બ્રિજ પર કલાત્મક પેઇન્ટિંગ કરાવવાની માગ:સેફ્ટી ગ્રીલને હવે શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવાની ધારાસભ્યને રજૂઆત

    21 hours ago

    ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલને હવે શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવાની રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને આ ગ્રીલ પર કલાત્મક પેઇન્ટિંગ કરાવવા માટે લેખિતમાં માંગ કરવામાં આવી છે. આ રજૂઆતમાં ગ્રીલ પર ભૃગુઋષિ, નર્મદા નદીનું ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ, ભરૂચના ઐતિહાસિક સ્થળો, તેમજ 'સ્વચ્છ ભરૂચ' અને 'મારું ભરૂચ, મારો ગર્વ' જેવા વિષયો આધારિત આર્ટવર્ક કરાવવાની માંગ ઉઠી છે. નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી આ સેફ્ટી ગ્રીલ આશરે એક વર્ષ પૂર્વે લગાવવામાં આવી હતી. કામગીરીને એક વર્ષ પૂર્ણ થવાના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ ન બન્યો હોવાનું નોંધાયું છે, જે દર્શાવે છે કે સેફ્ટી ગ્રીલનો મુખ્ય હેતુ સફળ રહ્યો છે. આ કામગીરી માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, RB વિભાગ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ભોલાવ સ્થિત તેમની કચેરી ખાતે આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં સેફ્ટી ગ્રીલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી કલાત્મક પેઇન્ટિંગ કરવાની માંગ કરાઈ છે. આનાથી બ્રિજની સુંદરતામાં વધારો થવાની સાથે ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. ઉપરાંત, સ્ટીલની ગ્રીલ પર વેધર રેઝિસ્ટન્ટ કલર કરવાથી કાટ સામે રક્ષણ મળી ગ્રીલનું આયુષ્ય પણ વધશે. ભરૂચ એક ઔદ્યોગિક હબ હોવાથી, વિવિધ કલર કંપનીઓના CSR ફંડના સહયોગથી આ કામગીરી પૂર્ણ કરી શકાય તેવું પણ સૂચવવામાં આવ્યું છે. હવે આ રજૂઆત અંગે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગોરખપુરમાં 11મા ધોરણનો વિદ્યાર્થી PUB-Gમાં 3 લાખ હાર્યો:ગર્લફ્રેન્ડે AIથી ચહેરા પર લોહી, મોં પર ટેપ લગાવેલી તસવીર બનાવી; પિતાને મોકલીને ખંડણી માંગી
    Next Article
    Nurse, 30, Found Dead At Kolkata Hospital, Toilet Door Broken To Recover Body

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment