Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલ-અડાજણમાં રોડ પર ખોદકામ બાદ પેવર બ્લોકના બદલે ડામરના થીગડા:ચોમાસામાં વાહનચાલકો પરેશાન ન થાય તે માટે ડામરનું પેચ વર્ક કર્યાંનો ઈન્ચાર્જ સિટી ઈજનેરનો સ્વીકાર

    1 day ago

    સુરત શહેરના પાલ-અડાજણ વિસ્તારમાં સ્ટાર બજાર પાસે મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા કરોડોના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ ખોદકામ કે સમારકામ બાદ તેના પર ડામરના થીગડા મારી દેવામાં આવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, રસ્તા પર ખોદકામ બાદ પેવર બ્લોક બેસાડવાને બદલે ડામરના થીગડા મારવામાં આવ્યા છે. પેવર બ્લોક, CC રોડ પર ડામર પાથરી દેવાયો સામાન્ય રીતે પેવર બ્લોકનો મુખ્ય હેતુ એ જ હોય છે કે જરૂર પડે ત્યારે તેને સરળતાથી કાઢીને ખોદકામ કરી શકાય અને બાદમાં તેને ફરીથી યોગ્ય રીતે ગોઠવી શકાય. પરંતુ અહીં પેવર બ્લોક અને સીસી રોડ બંને પર ડામર પાથરી દેવાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. 'તાકીદે રસ્તો શરૂ કરવા ડામરનું પેચવર્ક કરવામાં આવે છે' વહીવટી પક્ષનો બચાવ કરતા ઈન્ચાર્જ સિટી ઈજનેર મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યાં પેવર બ્લોક કે જંકશનનો ભાગ હોય અને ત્યાં લિકેજ કે ડ્રેનેજનું કામ કરવાનું હોય, ત્યારે ચોમાસા દરમિયાન લોકોને તકલીફ ન પડે તે માટે તાકીદે રસ્તો શરૂ કરવા ડામરનું પેચ વર્ક કરવામાં આવે છે. પેવર બ્લોકની ઉપર ડામર નથી મારતા, પરંતુ બાજુના ખોદકામવાળા ભાગમાં રીપેરિંગ કરવામાં આવે છે. ચોમાસું પૂરું થયા બાદ પેવર બ્લોક રી-ઇન્સ્ટોલ કરી દેવાનું ટેન્ડર પણ બહાર પાડી દેવાયું છે અને ટૂંક સમયમાં તેને પૂર્વવત કરી દેવાશે. મહાનગરપાલિકાના અધિકારીઓ ભલે એવો દાવો કરતા હોય કે, પેવર બ્લોકની ઉપર નહીં પરંતુ બાજુના ભાગમાં કામગીરી કરાઈ છે, પરંતુ સ્થળ પરના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પેવર બ્લોક અને CC રોડ પર ડામરના મોટા થીગડાં મારી દેવાયા છે. ચોમાસામાં વાહનચાલકોને અકસ્માત ન નડે તે માટે આ હંગામી વ્યવસ્થા કરાઈ હોવાની સ્પષ્ટતા તંત્ર દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાગરા પોલીસને મળી નવી જીપ:વિલાયત GIDC એસોસિએશને CSR હેઠળ બોલેરો જીપ ભેટ આપી: પેટ્રોલિંગને ગતિ મળશે
    Next Article
    बिजनौर में 25 करोड रुपए की ठगी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment