Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શિવાલયોમાં હર હર ભોલેના નાદ ગુંજ્યા:પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ; ભક્તોએ વિશેષ પૂજાભિષેક વિધિ કરી

    8 hours ago

    પવિત્ર શ્રાવણ માસનો આજથી ધર્મમય માહોલમાં શુભારંભ થયો છે. શિવજીને અતિપ્રિય આ માસમાં ભક્તો શિવ ઉપાસનામાં લીન બનશે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શહેરના વિવિધ શિવાલયોમાં શિવભક્તો ભગવાન ભોળાનાથની ઉપાસનામાં લીન બન્યા હતા. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, જળ અને બીલીપત્ર ચડાવી વિશેષ પૂજા-અભિષેક વિધિ કરી હતી. શ્રાવણ માસની શરૂઆત ગુરુવારના સિદ્ધિયોગથી થતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ભક્તોએ શંખનાદ કરી ધ્વજારોહણ કર્યું હતું અને ભગવાન આશુતોષને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. શ્રાવણ માસના પ્રથમ દિવસે શહેરના સિદ્ધનાથ મહાદેવ અને બાગેશ્વર મહાદેવ મંદિરોમાં શિવજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગાયકવાડ સરકારના સમયથી સ્થાપિત છત્રપતેશ્વર મહાદેવ ખાતે શિવ ઉપાસકોએ ભગવાન શિવને પંચામૃતનો અભિષેક કરી પુષ્પ અને બીલી અર્પણ કર્યા હતા. 'હર હર મહાદેવ'ના નાદ સાથે ભગવાન શિવજીની આરાધનાનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત, શહેરના મૂળેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ સહિતના અન્ય શિવાલયોમાં પણ શ્રદ્ધાળુઓએ શિવજીનો બ્રહ્મનાદ ગુંજતો કર્યો હતો. આમ, ધર્મનગરી પાટણમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવમંદિરોમાં શિવનાદ ગુંજી ઉઠ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યા:ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી
    Next Article
    कोलकाता में टीएमसी नेता कुणाल घोष के आवास और दफ्तर पर हमला, ममता बनर्जी के पोस्टर फाड़े

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment