Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વોલેટિલિટી વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી:શેરબજારમાં શરૂઆતથી જ નબળાઈનું વલણ જોવા મળ્યું

    7 hours ago

    મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ નબળાઈનું વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, કાચા તેલના ભાવમાં વધારો, પશ્ચિમ એશિયામાં વધતો ભૂરાજકીય તણાવ, રૂપિયાની નબળાઈ અને આગામી ફુગાવાના આંકડાઓ પહેલાંની સાવચેતીને કારણે રોકાણકારોમાં જોખમ ઘટાડવાની માનસિકતા જોવા મળી હતી. મુખ્ય સૂચકાંકોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું અને મોટાભાગના મુખ્ય ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો હતો. જોકે સ્થાનિક સંસ્થાકીય નાણાંપ્રવાહ અને કેટલાક પસંદગીયુક્ત ક્ષેત્રોમાં ખરીદીના કારણે બજારમાં એકતરફી ગભરાટ જોવા મળ્યો નહોતો. સેન્સેક્સમાં શરૂઆતથી જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ખાસ કરીને બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રના શેરોમાં નબળાઈને કારણે સૂચકાંક ઉપર દબાણ રહ્યું હતું. ઊંચા કાચા તેલના ભાવને કારણે ફુગાવો અને કંપનીઓના નફાના માર્જિન અંગેની ચિંતા પણ વધી હતી. જોકે ધાતુ અને કેટલાક સરકારી બેન્ક શેરોમાં ખરીદી જોવા મળતાં બજારમાં નીચલા સ્તરે મર્યાદિત ટેકો રહ્યો હતો. નિફ્ટી ફ્યુચરમાં પણ શરૂઆતથી નબળું વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક જોખમો, કાચા તેલમાં તેજી અને રોકાણકારોની સાવચેતીને કારણે વાયદા બજારમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. જોકે મહત્વના આધાર વિસ્તારો નજીક ખરીદદારો સક્રિય બને તો ટૂંકા ગાળામાં સુધારો જોવા મળી શકે છે. બીજી તરફ વેચવાલી વધુ વિસ્તરે તો બજારમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે. ભારતીય અર્થતંત્રને મજબૂત ઘરેલુ માંગ, નિયમિત એસઆઈપી નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી અને સ્થિર આર્થિક વૃદ્ધિનો આધાર મળી રહ્યો છે. જોકે ઊંચા કાચા તેલના ભાવથી આયાત ખર્ચ અને ફુગાવા અંગેની ચિંતા વધી છે. આગામી ફુગાવાના આંકડા વ્યાજદરની અપેક્ષાઓ અને બજારની ભાવના માટે મહત્વપૂર્ણ રહેશે. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં વધારો સૌથી મહત્વપૂર્ણ નકારાત્મક પરિબળ રહ્યો છે. પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી છે. અમેરિકાના ફુગાવાના આંકડા, વ્યાજદર અંગેની અપેક્ષાઓ, ડોલરની ચાલ અને વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધઘટને કારણે રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે. સેક્ટર તરફી માહોલ :- આજે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રિયલ્ટી સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ મેટલ અને કેટલાક સરકારી બેન્ક શેરોમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી હતી. ફાર્મા સેક્ટરમાં શેરવાર પરિણામોને કારણે મિશ્ર વલણ રહ્યું હતું, જ્યારે એફએમસીજી સેક્ટરમાં કેટલીક કંપનીઓના નબળા પરિણામોને કારણે દબાણ જોવા મળ્યું હતું. ઓટો, ઓઇલ એન્ડ ગેસ તથા કેપિટલ ગુડ્સ સેક્ટરમાં શેરવાર મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મંદીના કારણો :- આજની નબળાઈ પાછળ કાચા તેલના ભાવમાં તેજ વધારો મુખ્ય કારણ રહ્યો છે. ઊંચા કાચા તેલના ભાવથી ભારતના આયાત ખર્ચ, ફુગાવો અને રૂપિયા ઉપર દબાણ વધવાની ચિંતા છે. તેની સાથે પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ, વૈશ્વિક બજારોમાં સાવચેતી, ઉપરના સ્તરે નફાવસૂલી અને આગામી ફુગાવાના આંકડાઓ પહેલાંની રાહ જોવાની માનસિકતાએ બજાર ઉપર વેચવાલીનું દબાણ વધાર્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિમાં વધઘટ યથાવત્ છે અને તેમની ખરીદી-વેચવાલી બજારની ટૂંકા ગાળાની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને નિયમિત સ્થાનિક નાણાંપ્રવાહ બજારને મહત્વપૂર્ણ આધાર આપી રહ્યા છે. જો સ્થાનિક ખરીદી ચાલુ રહેશે તો વૈશ્વિક દબાણની અસર અમુક અંશે મર્યાદિત રહી શકે છે. ભાવિ દિશા :- ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારનું વલણ નકારાત્મકથી અસ્થિર રહી શકે છે. બજારની આગળની દિશા મુખ્યત્વે કાચા તેલના ભાવ, ફુગાવાના આંકડા, રૂપિયા-ડોલરની ચાલ, FII અને DII પ્રવાહ તથા વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ ઉપર આધારિત રહેશે. જો વેચવાલીનું દબાણ ઘટશે અને સ્થાનિક સંસ્થાકીય ખરીદી મજબૂત રહેશે તો નીચલા સ્તરે તબક્કાવાર ખરીદી પરત આવી શકે છે. બીજી તરફ વૈશ્વિક જોખમો વધશે અથવા કાચા તેલના ભાવમાં વધુ વધારો થશે તો બજારમાં અસ્થિરતા અને નફાવસૂલી વધુ સમય સુધી ચાલુ રહી શકે છે. મધ્યમ અને લાંબા ગાળે ભારતની મજબૂત ઘરેલુ માંગ, આર્થિક વૃદ્ધિ, સરકારી મૂડી ખર્ચ, સ્થાનિક રોકાણપ્રવાહ અને બેન્કિંગ સિસ્ટમના મજબૂત મૂળભૂત પરિબળો બજાર માટે સકારાત્મક આધાર પૂરો પાડે છે. જોકે હાલના તબક્કે રોકાણકારો માટે એકતરફી તેજી કરતાં ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર ખરીદી, યોગ્ય જોખમ વ્યવસ્થાપન અને ઊંચા સ્તરે નફાવસૂલીની વ્યૂહરચના વધુ યોગ્ય દેખાઈ રહી છે. તા.13.08.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા.12.08.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24480 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઈન્ટના પ્રથમ અને 24676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24404 પોઈન્ટ થી 24373 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24303 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ કોફોર્જ ( 1814 ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1814 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1774 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1838 થી રૂ.1844 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાન...!! ટેક મહિન્દ્રા ( 1635 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.1606 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1588 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1654 થી રૂ.1660 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! કોચીન શિપયાર્ડ ( 1516 ) :- રૂ.1494 નો પ્રથમ તેમજ રૂ.1488 ના બીજા સપોર્ટથી શિપબિલ્ડિંગ અને ડિફેન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1534 થી રૂ.1540 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! બ્લ્યુ સ્ટાર ( 1495 ) :- કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1474 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1508 થી રૂ.1520 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ.1525 ઉપર તેજી તરફી ધ્યાન...!! અદાણી ગ્રીન ( 1336 ) :- રિન્યુએબલ એનર્જી સેક્ટરનો આ સ્ટોક રૂ.1309 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1353 થી રૂ.1360 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ.1365 ઉપર તેજી તરફી ધ્યાન...!! હિન્દાલ્કો ( 1077 ) :- મેટલ અને માઇનિંગ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1077 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1047 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1093 થી રૂ.1103 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1110 ઉપર તેજી તરફી ધ્યાન...!!
    Click here to Read More
    Previous Article
    IPS हितिका वासल: जमीन खुदवाकर निकाला 1 KG सोना, काम आई 'लेडी सिंघम' की धांसू रणनीति
    Next Article
    બિઝનેસ મંત્ર:ફરિયાદોને વ્યાવસાયિક વિકાસમાં બદલવાની 6 રીતો, ગ્રાહકની ફરિયાદો એ મફત સલાહકાર છે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment