Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાં આપઘાતની બે ઘટના:આજીડેમ વિસ્તારમાં આર્થિક ભીંસથી કંટાળી બે પુત્રીના પિતાએ ઝેર પીધું, જસદણમાં હીરા ઘસતા યુવકે ઘઉંમાં નાખવાના ટીકડા ખાધા

    11 hours ago

    રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. બે અલગ-અલગ ઘટનાઓમાં આર્થિક તંગી અને અગમ્ય કારણોસર બે યુવાનોએ વિષપાન કરી પોતાની જિંદગી ટૂંકાવી છે. બંને બનાવો અંગે પોલીસે હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ બનાવ: આર્થિક ભીંસથી કંટાળી બે પુત્રીના પિતાનો આપઘાત રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક અનમોલ પાર્કમાં રહેતા 39 વર્ષીય વિશાલ પ્રવિણભાઇ પંડ્યાએ આજીડેમ નજીક પક્ષીઘર પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવક ફોન ન ઉપાડતો હોવાથી પરિજનોએ શોધખોળ હાથ ધરતાં તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. એચ. જે. સ્ટીલ કંપનીમાં કામ કરતા વિશાલે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તેને સંતાનમાં 3 અને 14 વર્ષની બે પુત્રીઓ છે. આજીડેમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજો બનાવ: જસદણમાં હીરા ઘસતા યુવકે ઘઉંમાં નાખવાના ટીકડા ખાધા જસદણ ગામમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા 30 વર્ષીય સુનિલ રવાભાઈ ગાબૂએ 11 ઓગસ્ટ 2026ના રોજ સવારે ઘરે કોઈ હાજર ન હતું ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. મોટાભાઈ ઘરે આવતાં સુનિલે દવા પી લીધી હોવાનું જણાવાતાં તેને પહેલા જસદણની રામાણી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાના એવા સુનિલના આપઘાત અંગે જસદણ પોલીસે વધુ તપાસ લંબાવી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદથી ધરપકડ:શેલામાં બહેનના ઘરેથી મળી આવ્યા, રૂ. 3.56 કરોડની આવક કરતા વધુ સંપતિનો કેસ નોંધાયો'તો
    Next Article
    FCRA બિલ JPCને મોકલવા પર અખિલેશે સવાલ ઉઠાવ્યો:સંસદમાં અમિત શાહ જવાબ આપવા તૈયાર, પરંતુ વિપક્ષે વિરોધ છોડ્યો નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment