Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી-હળવદમાં કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

    14 hours ago

    મોરબી અને હળવદના રમતવીરો માટે આધુનિક સુવિધાઓનો ઉમેરો થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને અને શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કક્ષાના રૂ. 22.1 કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલ તથા હળવદ તાલુકા કક્ષાના રૂ. 9.6 કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોરબીની ન્યૂ એરા સ્કૂલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ખેલાડીઓને આર્થિક સહાય, વૈજ્ઞાનિક તાલીમ અને આધુનિક રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા સતત કામગીરી ચાલી રહી છે. મોરબીમાં બનેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી જિલ્લાના રમતવીરોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સુવિધાઓ મળશે, જે તેમને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરવામાં મદદ કરશે. મંત્રી અમૃતિયાએ વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમતગમત અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન મળવું અનિવાર્ય છે. તેમણે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓને વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કરવા સૂચના આપી હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિકાસ માટે જમીન ફાળવવા બદલ તેમણે કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દરેક જિલ્લા અને તાલુકા મથકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે પ્રયત્નશીલ છે. આનાથી રમતવીરોને તાલીમ અને સ્પર્ધા માટે જિલ્લા બહાર જવાની જરૂર નહીં પડે. મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇન્ડોર સુવિધાઓમાં બેડમિન્ટન, 10 મીટર શૂટિંગ રેન્જ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, ઇન્ડોર બાસ્કેટબોલ અને બોર્ડ ગેમ્સનો સમાવેશ થાય છે. આઉટડોર સુવિધાઓમાં 200 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, સિન્થેટિક ટેનિસ કોર્ટ, સિન્થેટિક બાસ્કેટબોલ, ખો-ખો, કબડ્ડી, હોકી અને આર્ચરીનો સમાવેશ થાય છે.જ્યારે હળવદના તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સુવિધાઓ જેવી કે બેડમિન્ટન, 10 મીટર શૂટિંગ રેન્જ અને ટેબલ ટેનિસ ઉપલબ્ધ છે. આઉટડોર સુવિધાઓમાં એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, કબડ્ડી અને ખો-ખોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા, ટ્રસ્ટી અતુલભાઈ પાડલિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, રમતગમત અધિકારી રવિકુમાર ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના “શક્તિદૂત-2.0” કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    26 ડેમ 100% ભરાયા, 31 ડેમમાં 70% થી વધુ પાણી:CM 17 ઓગસ્ટથી અમેરિકા-કેનેડા જશે, ચાર્જ કોને મળશે? GAD નિર્ણય કરશે
    Next Article
    ગાંધીનગર CID ક્રાઇમના નકલી PIનો સુરતના બિલ્ડરને ધમકીભર્યો કોલ:'સમાધાન નહીં કરો તો કેસ કરી દઈશ', કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment