Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં 'હર ઘર તિરંગા' અને 'વિભાજન સ્મૃતિ દિવસ'ની ઉજવણી થશે:કલેક્ટર અર્પિત સાગરે પત્રકાર પરિષદમાં માહિતી આપી

    9 hours ago

    મહીસાગર જિલ્લામાં આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમો, 'હર ઘર તિરંગા' અભિયાન અને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની વિગતો નાગરિકો સુધી પહોંચાડવા માટે કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, લુણાવાડા ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ આ વર્ષે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન "વંદે માતરમના 150 વર્ષ"ની વિશેષ થીમ સાથે 'હર ઘર તિરંગા' અભિયાન ઉજવાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 13મી ઓગસ્ટના રોજ સાંજે 4:00 કલાકે લુણાવાડામાં એક ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરાયું છે. આ યાત્રા કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરી મહિલા પોલીસ ચોકી, ફૂવારાચોક, માંડવી બજાર અને ડો.પોલન સ્કૂલ થઈ આઝાદ મેદાન ખાતે સમાપ્ત થશે. યાત્રામાં જિપ્સી વાન, ડી.જે., પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો જોડાશે. આ ઉપરાંત, જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રાઓ યોજાશે. તમામ સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને harghartiranga.com પર પોતાની 'સેલ્ફી વિથ તિરંગા' અપલોડ કરવા અનુરોધ કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા આયોજિત બીજો મહત્વનો કાર્યક્રમ 14મી ઓગસ્ટના રોજ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'નો છે. આ કાર્યક્રમ સાંજે 6:00 કલાકે લુણાવાડા સ્થિત શ્રી પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. આ દિવસે ભારતના વિભાજન સમયે લોકોએ સહન કરેલી પીડા અને સંઘર્ષને યાદ કરવામાં આવશે. કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટકનું એલ.ઈ.ડી. સ્ક્રીન પર પ્રસારણ કરાશે. 13મી ઓગસ્ટથી કાર્યક્રમ સ્થળે એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવશે, જેની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઈટ માર્ચ પણ યોજાશે. અંતમાં, કલેક્ટરે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને 'ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા'ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી, સન્માનભેર પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી છે. વહીવટી તંત્ર દ્વારા આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા આહ્વાન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આણંદ કોલેજ હિન્દી વિભાગે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું:પ્રેમચંદ જયંતિ પર સાહિત્યિક વ્યાખ્યાન પણ યોજાયું
    Next Article
    Gujarat Breaking News | 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment