Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની વોર્ડ ઓફિસમાં ‘રંગરેલિયા’ અને કબાટમાં દારૂ:રાજકોટમાં ઈન્ચાર્જ અધિકારી તેમજ સફાઈ કામદાર મહિલાનો ફોટો વાયરલ, યુનિયને કહ્યું- શોષણ બંધ કરો, સ્ટે. ચેરમેને તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરી આપી

    1 day ago

    રાજકોટ મનપાની સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વોર્ડ ઓફિસ અચાનક વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગઈ છે. વોર્ડ ઓફિસના ઈન્ચાર્જ અધિકારી અને પરિણીત મહિલા સફાઈ કામદાર વચ્ચેની કચેરીમાં જ ચાલતી પ્રેમલીલાના દ્રશ્યો તથા કબાટમાંથી રાજાશાહી દારૂના ક્વાર્ટર મળી આવવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મનપા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સરકારી કચેરી જેવા જાહેર સ્થળે કર્મચારીઓ દ્વારા જ ચલાવવામાં આવતી આવી અશ્લીલતા અને ગેરરીતિ સામે અન્ય કર્મચારીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને કચવાટ વ્યાપી ગયો છે. આ સમગ્ર મામલે કામદાર યુનિયને કડક પગલાં લેવાની માંગ કરી છે. બીજીતરફ સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાએ પણ આ ગંભીર બાબતે ત્વરિત પગલાં લેવાની ખાતરી આપી છે. ઘટનાને અંગે કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ અન્ય મહિલા કામદારો સાથે મોરચો માંડીને મનપા વહીવટ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, વોર્ડ ઓફિસોમાં મહિલા કામદારોનું દારૂ પીને આ રીતે શોષણ કરવામાં આવે છે. આપણી પાસે દારૂની મહેફિલો અને આવી ગેરરીતિઓના વીડિયો તથા ફોટોગ્રાફ્સ સહિતના તમામ પુરાવાઓ પણ મોજૂદ છે. જોકે અમે કોઈના અંગત જીવનમાં પડવા માંગતા નથી. પણ આ ગંભીર બાબતે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, માત્ર અશ્લીલતાનો જ વિષય નથી પરંતુ મનપામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટનું મોટું કૌભાંડ પણ ચાલી રહ્યું છે, જેમાં ડમી નામો ઉભા કરીને કૌભાંડ આચરવામાં આવે છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા સફાઈ કામદારોને નિયમ મુજબ પીએફ, ઈએસઆઈસી, બોનસ કે પગાર સ્લિપ પણ આપવામાં આવતી નથી. ત્યારે બોગસ સર્ટિફિકેટ અને ગેરરીતિઓમાં સંકળાયેલા તમામ જવાબદારો સામે આઈપીસીની કલમ 420, 467, 468 અને 477 સહિત ગંભીર કલમો હેઠળ તાત્કાલિક પોલીસ કેસ દાખલ કરી કડક સજા કરવામાં આવે તે જરૂરી છે. આ સમગ્ર બનાવ સામે આવ્યા બાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયાએ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી આ સમગ્ર બાબત મારા ધ્યાને આવી છે. જો વાયરલ વીડિયો અને તેમાં દર્શાવાયેલી વિગતો સત્ય હશે તો અત્યંત ગંભીર અને શરમજનક બાબત ગણાય. સરકારી કચેરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બિલકુલ ચલાવી ન લેવાય. આ અંગે તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તુરંત બોલાવીને તેમની પાસે ખુલાસો માગવામાં આવશે. અને વિજિલન્સ કે યોગ્ય તપાસના અંતે જે પણ અધિકારી કે કર્મચારી દોષી સાબિત થશે, તેમની સામે શિક્ષાત્મક અને કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિર CEO માટે બીજા દિવસે પણ ઇન્ટરવ્યુ ચાલુ:6 લોકોને બોલાવ્યા, પ્રશ્નો પૂછી રહ્યા છે- તમે શિખા રાખો છો, જનોઈ પહેરો છો?
    Next Article
    ભરૂચમાં અષાઢ વદ અમાસે મેઘરાજાની પ્રતિમા સ્થાપિત કરાઈ:વર્ષો જૂની પરંપરા મુજબ એક જ રાતમાં પ્રતિમા તૈયાર કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment