Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘જમીન ખેડૂતોની કિંમત પણ એજ નક્કી કરશે, સરકાર નહીં’:મહારાષ્ટ્રના ખેડૂતનેતા રઘુનાથ દાદાની ચીમકી, ‘ફાર્મર જેન-ઝી’ની માગ નહીં સ્વીકારે તો સરકાર પરિણામ ભોગવશે- નેહુલ અમૃતિયા

    7 hours ago

    મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ કોરિડોર સામે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સત્યાગ્રહ છાવણી ખાતે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી. રઘુનાથ દાદા પાટીલે જણાવ્યું હતું કે જમીન ખેડૂતોની છે, તેથી તેની કિંમત સરકાર નહીં, પરંતુ ખેડૂતો જ નક્કી કરશે. જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ખેતરમાં થાંભલા નાખવા દેવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો સરકાર ખેડૂતોની માંગણીઓ સંતોષશે નહીં, તો આગામી સમયમાં માત્ર રાજ્યવ્યાપી નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. મંગળવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે રઘુનાથ દાદા પાટીલની હાજરીમાં એક સભા યોજાઈ હતી, જેમાં મોરબી સહિત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેતપર ખેડૂત આંદોલન સમિતિના આગેવાન નેહુલ અમૃતિયાએ પણ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો 'ફાર્મર જેન-ઝી' દ્વારા આંદોલન કરીને ભાજપ સરકારને ગુજરાતમાંથી મૂળિયા સાથે ઉખેડી નાખવામાં આવશે. તેમણે તાત્કાલિક માંગણીઓ સંતોષવા અથવા પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તેલંગાણામાં ટ્રક-ઓટોની ટક્કર, 6નાં મોત:6 ઘાયલ; કર્ણાટકની 11 મહિલાઓ કામ પરથી પરત ફરી રહી હતી, ઓટો ડ્રાઈવરનું પણ મોત
    Next Article
    NEET PG 2026: NBEMS ने खोली फाइनल करेक्शन विंडो, फोटो-साइन में गलती सुधारने का मौका

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment