Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:હસવું, ખડખડાટ હસવું : કરવા જેવું કામ

    11 hours ago

    મોટાભાગની તકલીફો આપણને બીજા પાસેથી આપણી વાત સાંભળીએ છીએ ત્યારે થાય છે. આપણે તો આપણી વાત ખુદ, જાતે, પોતે, સ્વયં સાંભળતાં જ નથી. વળી, બીજો માંડ એકાદ-બે વાત આપણા વિશે સારી કહે, બાકી ત્રીજા કે ચોથાને ટાંકીને એને કહેવાની આપણા વિશેની બધી જ વાતો કહી દે. દુઃખ ખરેખર તો સુખને શોધવામાં જ આવે છે. બાકી દુઃખ આપણા કરતાં પણ વધારે બિઝી છે. દુઃખી હોઈએ ત્યારે એક વાત પોતાની જાતને સંબોધીને જ કરવા જેવી છે કે દુઃખ હંમેશાં મોટા માથાને જ પડે છે. દુઃખને માટે આપણે ‘મોટું માથું’ છીએ. માણસને જીવવા માટે કેટલું સુખ જોઈએ? કિંમતોમાં આંકડો માંડીશું તો ખોટા જ પડીશું! માણવાનું રાખીશું તો નજીકના વર્તમાનથી પણ ખુશ થઈ શકાય છે. બીજાઓ પાસેથી પોતાની ખુદની વાત સાંભળવાની ટેવ કોણ પાડે છે? વળી, આ ટેવ માણસને જ વારસામાં મળી છે. નાનું બાળક પણ આમાંથી બાકાત નથી. બેસણામાં રાખેલો ફોટો જો બે મિનિટ માટે એના જ બેસણામાં બોલવા માટે ફરીથી જીવંત થાય તો શું થાય? બીજાની વાતમાં ભોળવાઈ જવું અને બીજાની વાતથી દુઃખી થવું- એ બંનેની લાંબા ગાળાની જ અસર હોય છે. ખરેખર તો કોનું સાંભળવું જોઈએ? એ યક્ષનો પ્રશ્ન જ નથી, આપણો જ પ્રશ્ન છે. અર્જુન જેવા હોઈએ તો ભલભલા મહાભારત જેવા વિકટ પ્રશ્નોના ઘર્ષણમાંથી કોઈને કોઈ સ્વરૂપે કૃષ્ણ આવીને આપણને ઉગારે! દુનિયાનો સાર એટલો જ કે દુનિયા સારી છે, ફક્ત આપણી આસપાસ જ દુર્યોધનો અને શકુનિઓ માખીઓ કરતાં વધુ બણબણે છે. વરસાદ આવવાનો થાય ત્યારે માખીની પાંખો ભારે થઈ જાય છે. વરસાદમાં માખીઓ નથી પજવતી! સુખના દિવસો માટે આવું આશ્વાસન ઓછું નથી! પણ, સાંભળવું જ કોને છે? ખાલી બધાંને બોલવું છે. કક્કો શોધાયો એની સાથે મનના મૂળાક્ષર અને જોડાક્ષર પણ શોધી કાઢ્યા. એ પણ બીજાના કહેવાથી જ શોધાયા હશે! આ ‘બીજો’ જ બહુ નડે છે. એ પણ વળી પોતાનામાં જ ‘પોતાને’ નડે છે. પાંચ ઇન્દ્રિયો પછી છઠ્ઠા અને સાતમા ક્રમે નિંદા અને ઈર્ષ્યા આવે છે. (બીજી છૂટીછવાઈ ત્રણ-ચાર ઇન્દ્રિયોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ વગેરે જેવાં નામો અપાય છે.) ઈશ્વરે માણસને પાંચ જ ઇન્દ્રિયોમાં બાંધી દીધો એ જ માણસને ના ગમ્યું. માણસે બનાવેલો રોબોટ જેમ માણસનાં જ કામો ભરખી લેવાનો છે, એમ માણસે ઈશ્વરને આ જ પાંચ ઇન્દ્રિયોથી મુક્ત કર્યો. વાણી - વિલાસ બની. નિંદા - સ્તુતિ બની. વિચાર - વાયુ બન્યો. કેટલાંકનાં શરીરમાં તો વિચાર ‘વાવાઝોડું’ હોય છે! માણસ બીજા માણસની વાતો જ શું કામ કરે છે? અહીંયાં એક સવાલ એ પણ થાય કે પોતાની જ વાતો કરે તો ‘સ્વ’-‘હું’ કેટલી હદે સહન થાય? કદાચ, માણસ પોતાની વાત કરતા થાક્યો હશે એટલે જ બીજાની વાત કરવામાં મન પરોવતો થયો હશે! બીજાની સારી વાતો એને સહન થઈ નહીં હોય એટલે જ ખરાબ વાતો કરીને મન બહેલાવતો થયો હશે! પણ, મન બહેલાવવા માટે આપણે જ મળ્યાં? બીજાની વાતો સાંભળીને દુઃખી જ થવાનું હોય તો વાતો સાંભળવી જ શું કામ જોઈએ? સાચું પૂછો તો માણસનું સાચું માપ બીજાઓ એના વિશે કેટલું ખરાબ બોલે છે એના પરથી જ નીકળતું હોય છે. જેની નિંદા અને ઈર્ષ્યા થાય છે એનો તો ખરેખર પ્રચાર જ થાય છે! બીજાઓ આપણા વિશે શું માને છે- એની ખબર કોઈ આપણને પહોંચાડે ત્યારે ખબર પહોંચાડનાર જોડે સેલ્ફી લઈને #thankyou લખીને એ ફોટો અપલોડ કરવો. આપણને આપણી ખામીઓથી વાકેફ ન કરાવનાર માણસ જેટલો ગંભીર માણસ બીજો કોઈ છે જ નહીં! આપણને બીજાઓની આપણા પ્રત્યેની વિચારવાની ક્ષમતા ખબર પડે ત્યારે તો આપણી તાકાત વધે છે. ઉબડખાબડ રસ્તા ઉપર ઊંઘ ઓછી જ આવે! બીજાઓ પાસેથી આપણી વાત સાંભળીએ ત્યારે વાત કહેનાર અને વાત કરનાર બંને ઉપર દયા જ ખાવી. દુઃખી થવા માટે ઈશ્વરે આપણને જન્મ નથી આપ્યો, તો પછી દુઃખી એવી બાબતોથી ન થવું જેનો મદાર જમાના પર હોય અને આપણે જમાનાના મદારી! બીજાઓ આપણા વિશે ત્યારે જ બોલે છે જ્યારે આપણે એમના વિશે બોલવા માટે મૌન પાળ્યું હોય છે. પાળવા માટે મૌનથી ઉત્તમ બીજું કશું નથી. કાનનું પણ મૌન હોય છે. ઓન ધ બીટ્સ જીવવાના ધારાધોરણમાં નથી, ઝાંઝવાનો કાફલો રણમાં નથી. - દેવહુમા પારસી
    Click here to Read More
    Previous Article
    Idli-Sambar To Be Served In Delhi Government Schools Under PM-POSHAN Menu
    Next Article
    Mumbai Rains Today: Here's IMD Forecast For City, Thane, Palghar Amid Rising Rainfall

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment