Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:મરતા પહેલા પગ પર લખ્યું: 'જા રહી હું દુનિયા સે પતિ અપને ઘરવાલો કો ખુશ રખે મેં સહન નહીં કર પાઈ', સાસરીયા સામે દુષ્પ્રેરણાનો ગુનો

    8 hours ago

    વડોદરાના ઉંડેરા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના પ્રાર્થના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે મૃતકના ભાઈએ તેના પતિ તથા સાસુ-સસરા સામે દહેજની માંગણી, શારીરિક-માનસિક ત્રાસ અને ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પતિ સહિતના સાસરીયા સામે આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પગ પર આપઘાત પહેલાં લખાણ લખેલું હતુ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના અનિલકુમાર જાટવની બહેન સીમાના લગ્ન 22 જૂન, 2023ના રોજ હાથરસ જિલ્લાના સુધીરકુમાર અનેકસિંહ સાથે થયા હતા. સુધીરકુમાર વડોદરા ખાતે આવેલી રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હોવાથી લગ્ન બાદ સીમા પણ પતિ સાથે વડોદરા આવીને રહેતી હતી. તેમને આદિતી નામની આશરે 8 મહિનાની પુત્રી છે. મે-2026માં સુધીરકુમારે પ્લોટ ખરીદવા માટે રૂ.2 લાખની માંગણી કરી હતી. આ રકમ સીમાના પિયરમાંથી લાવવા માટે પતિ તેમજ સાસુ-સસરા દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની વાત સીમાએ પરિવારજનોને જણાવ્યુ હતુ. ત્યારબાદ પતિ દ્વારા સીમાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 8 ઓગસ્ટના રોજ સુધીરકુમારે સીમાના ભાઈને મેસેજ કરીને સીમાને મોબાઇલ ફોન રિપેર કરાવી આપવા કહેવું અને તેમ નહીં કરે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 9 ઓગસ્ટે સુધીરકુમારે સીમાના ભાભીને ફોન કરીને સીમાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. મૃતકના પરિવારજનો વડોદરા પહોંચ્યા બાદ સયાજી હોસ્પિટલમાં સીમાની લાશ રાખવામાં આવી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આપઘાત પહેલા સીમાએ ડાબા પગ પર હિન્દીમાં લખ્યું હતું કે, મે જા રહી હું દુનિયા સે પતિ અપને ઘરવાલો કો ખુશ રખે મેં સહન નહી કર પાઈ. આ લખાણને પગલે પરિવારજનોએ પતિ સુધીરકુમાર ઉપરાંત સાસુ શીલાદેવી અને સસરા અનેકસિંહ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેથી પોલીસે તેમની ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં પરિણીત સગીરાનો આપઘાત:'મારો પતિ માણસ નહીં જાનવર છે' લખેલી સુસાઈડ નોટ મળતાં પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો, વાવોલ ગોકુળપુરાની ઘટના
    Next Article
    The Country That Defeated America & China & Built an Empire | Vietnam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment