Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં યુવતી પર દુષ્કર્મની ઘટના બાદ પોલીસ એક્શનમાં:સિક્યુરિટી એજન્સીમાં ચેકિંગ, નિયમ વિરૂદ્ધ ચાલતી એજન્સી સામે ગુનો નોંધાશે

    3 days ago

    અમદાવાદના જોધપુરમાં ફ્લેટ ભાડે રાખી રહેતી ઇન્ટિરિયર ડિઝાઈનર યુવતી પર દુષ્કર્મ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું. આ ચર્ચિત કેસમાં શહેરમાં SOG અને સ્થાનિક પોલીસે સાથે મળી સિક્યુરિટી એજન્સીમાં ચેકીંગ શરૂ કર્યું છે. શહેરમાં 500થી વધુ સિક્યુરિટી એજન્સીઓ છે. પોલીસ દ્વારા હાલમાં સિક્યુરિટી એજન્સીઓમાં ડોક્યુમેન્ટથી લઈ તેના નિયમો અંગે તપાસ કરવામાં આવી રહી છે. SOG, પોલીસનું સિક્યુરિટી એજન્સીમાં ચેકિંગ આ દુષ્કર્મની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે. જેમાં શહેરમાં સિક્યુરિટી એજન્સીઓને SOG અને સ્થાનિક પોલીસે કેટલા વર્ષથી એજન્સી કાર્યરત છે. કેટલા ગાર્ડ કામ કરે છે. લાયસન્સ છે કે નહીં, કેટલા ગાર્ડનું વેરિફિકેશન કરાવ્યું છે. જેમાંથી હથિયારધારી અને બિનહથિયારધારી કેટલા છે. ઉપરાંત કંપનીનું રજીસ્ટ્રેશન છે કે નહીં અને હથિયારધારી ગાર્ડ પાસે ગનનું લાયસન્સ છે કે નહીં તે તમામ બાબતોને લઈને પોલીસ ચેકીંગ કરી રહી છે. નિયમ વિરુદ્ધ ચાલતી એજન્સીઓ સામે ગુનો નોંધાશે આ તમામ વિગતોને લઈ પોલીસે ચેકિંગ કરતા સામે આવ્યું કે કેટલીક એજન્સીઓ પાસે લાયસન્સ છે પરંતુ કાર્યરત નથી. ત્યારે 3 એજન્સી પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલીક એજન્સીઓમાં ગાર્ડનું રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન પણ ન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે ચેકિંગ દરમ્યાન નિયમ વિરુદ્ધ ચાલતી એજન્સીઓ સામે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    MP-રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં 48 કલાકથી સતત વરસાદ:ભોપાલમાં ત્રીજા દિવસે પણ શાળાઓને રજા, હિમાચલમાં 259 રસ્તાઓ બંધ
    Next Article
    એક્સ્પ્લોઝીવનો જથ્થો મંગાવનાર થાનગઢનો યુવાન ઝડપાયો:₹20માં મળતી જીલેટીન સ્ટિક ₹35માં ખરીદ કરતો હોવાની આરોપીની કબૂલાત, અગાઉ 5 વખત જથ્થો ખરીદ્યો હોવાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment