Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી:નાસિરનગર ગેરકાયદે ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ બાદ બદલી, કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ

    1 day ago

    સુરત: વિવાદાસ્પદ નાસીર નગર ગેરકાયદે ડિમોલિશન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર અને ફટકાર બાદ આખરે રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર નાગરાજન એમ. (IAS:2009)ની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના કરાયેલી ડિમોલિશન કાર્યવાહી સામે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કડક વલણ અપનાવ્યું હતું, જેના પરિણામે રાજ્ય સરકારે આ મોટી પરિવર્તનકારી કાર્યવાહી કરવી પડી છે. સમગ્ર બદલી અને નવી નિમણૂકનું માળખું જારી કરાયેલા જાહેરનામા મુજબ, નાગરાજન એમ. ની ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ સુરતના વર્તમાન જિલ્લા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર (IAS:2016) ને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, 1949 ની કલમ 39 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સુપ્રત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સમગ્ર શિક્ષા અભિયાનના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રિ રંજીથ કુમાર જે. (IAS:2005) ની ગુજરાત ઇલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશન (GERC), ગાંધીનગરના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Redmi Note 17 Review: Big Battery, Big Screen, but What About the Rest?
    Next Article
    સ્કોલરશીપ કાંડમાં દર્શન મેસવાણિયાના ચોંકાવનારા ખુલાસા:400થી વધુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, 115 VIP સિમકાર્ડ જપ્ત, એજન્ટો પણ રાખ્યા હતા; એકાઉન્ટ દીઠ ₹50 મળતા હોવાથી ફીનો બેંક એકાઉન્ટની થશે તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment