Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરે સરકારી કચેરીઓમાં આકસ્મિક તપાસ કરી:હાજરી પત્રક, રેકોર્ડ રૂમ તપાસ્યા; સમયપાલન અને પ્રજાભિમુખ કામગીરીની સૂચના

    8 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરકારી કચેરીઓની કામગીરીમાં શિસ્ત, પારદર્શિતા અને ઝડપ જાળવવા માટે જિલ્લા સેવા સદન ખાતે આવેલી વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લા આયોજન કચેરી, જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને કચેરીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આકસ્મિક તપાસ દરમિયાન કલેક્ટરે કચેરીઓના હાજરી પત્રકોની ચકાસણી કરીને અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરી હતી. તેમણે સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, દફતર નિભાવણી, રેકોર્ડ રૂમ અને વિવિધ શાખાઓમાં જાળવવામાં આવતા રેકોર્ડની પણ તપાસ કરી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને અરજદારોના કામ સમયસર અને નિયમોનુસાર થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે પ્રજાને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે અને કચેરીની કામગીરી વધુ પ્રજાભિમુખ બને તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓમાં કલેક્ટરની આ અચાનક મુલાકાતને કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં સતર્કતા જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    70 ‘ભૂતિયા’ PTC કોલેજોમાં એડમિશનનો આરોપ:યુવરાજસિંહનો મોટો દાવો, ‘NCTEએ વર્ષો પહેલાં માન્યતા રદ કરી છતાં વિદ્યાર્થીઓ ફાળવાયા’
    Next Article
    जिनसे सब डरते हों, कांपते हों, उन्हें किस बात का डर? 17 दिनों से अमित शाह लोकसभा क्यों नहीं आ सके

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment