Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળે સંદીપ લામિછાનેને વન-ડે કેપ્ટન બનાવ્યો:તેના પર બળાત્કારના આરોપો હતા, નિર્દોષ પણ છૂટ્યો; રોહિત પૌડેલનું સ્થાન લેશે

    8 hours ago

    નેપાળે સંદીપ લામિછાનેને વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તે રોહિત પૌડેલની જગ્યા લેશે. 26 વર્ષીય સંદીપ ACC મેન્સ પ્રીમિયર કપમાં ટીમની કમાન સંભાળશે. સોમવારે ટીમની જાહેરાત થઈ. ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળે આ પોસ્ટથી ટીમની જાહેરાત કરી… લામિછાને 14 વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે લામિછાનેએ 77 વન-ડેમાં 154 વિકેટ લીધી છે. તે 14 વન-ડેમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. ત્યારબાદ 2022માં પૌડેલે કેપ્ટનશીપ સંભાળી હતી. 8 વર્ષની સજા, પછી નિર્દોષ પણ છૂટ્યો વર્ષ 2022માં સંદીપ પર એક સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ કાઠમંડુ જિલ્લા અદાલતે તેને 8 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, મે 2024માં નેપાળની પાટણ ઉચ્ચ ન્યાયાલયે તેને આ આરોપોમાંથી નિર્દોષ છોડી દીધો. ત્યારબાદ તેણે ક્રિકેટમાં ફરીથી કમબેક કર્યું. પૌડેલે 12માંથી 11 વન-ડે જીતાડી પૌડેલના કાર્યકાળમાં નેપાળે શાનદાર સફળતા હાંસલ કરી. તેની કેપ્ટનશીપ હેઠળ નેપાળે ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ના 12 માંથી 11 વન-ડે મેચ જીતી.
    Click here to Read More
    Previous Article
    Inside Jharkhand’s assembly gherao: Lathicharge, tear gas and conflicting claims
    Next Article
    હવે બજારમાં જોવા મળશે પ્લાસ્ટિકની નવી નોટો:10 અને 20 રૂપિયાની 100-100 કરોડ નોટ આવશે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી મંજૂરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment