Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ફૂડ ડીલીવરીમેનનો ઝેરી દવા પી આપઘાત:'હમણાં આવું છું' કહીં ઘરેથી નીકળ્યા બાદ ત્રણ બહેનોના એકના એક ભાઈ અને બે સંતાનોના પિતાએ આત્મઘાતી પગલું ભર્યું

    19 hours ago

    રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં આવેલા ગોવર્ધન હાઇટ્સ ખાતે રહેતા ૪૪ વર્ષિય ચેતનભાઇ રાવરાણી નામના આધેડે માધાપર ચોકથી બેડી ચોક વચ્ચે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસમાં મૃતક ચેતનભાઇ ત્રણ બહેનોના એકના એક નાના ભાઇ હતા અને ઓનલાઇન ફૂડ ડિલિવરીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. ચેતનભાઇ રાવરાણી (ઉ.વ.44) ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરેથી "એક કામ માટે બહાર જાઉં છું, હમણાં પાછો આવું છું" કહીને નીકળ્યા હતા. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું સ્કૂટર રૈયા ચોકડી પાસેથી મળી આવ્યું હતું. દરમિયાન, માધાપર ચોકથી આગળ હાઇવે પર લોકોનું ટોળું જોઈ અને 108 એમ્બ્યુલન્સ આવતા જોઈ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા ચેતનભાઇ રાવરાણી બેભાન હાલતમાં ઝેરી પ્રવાહી પીધેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. 108ના EMTએ તપાસી મૃત જાહેર કર્યા હતા. ​બનાવ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક ચેતનભાઇના પત્નીનું નામ ભાવીશાબેન હોવાનું અને તેમને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે જેમાંથી એક ધોરણ 10માં અને બીજો કોલેજમાં અભ્યાસ કરે છે. ચેતનભાઇએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇમ્પેક્ટ ફીચર:ચોક્સી ઇન્વેસ્ટમેન્ટના હાર્દિક અને હર્ષિત ચોક્સી ICICI પ્રુડેન્શિયલ ફ્લેક્સીકેપ ફંડ વિશે વાત કરે છે
    Next Article
    ડ્રગ્સ જપ્તીમાં ગઢ PI અને ટીમને પ્રશંસા પત્ર:SP પ્રશાંત સુમ્બે ₹5.30 લાખના મુદ્દામાલ સાથે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment