Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ નેતાના પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું:પત્ની સાસરે આવવા તૈયાર ન હતી, 'મેં તારી પર ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો...' કહી અંતિમ પગલું ઉઠાવ્યું

    12 घंटे पहले

    ઉત્તર પ્રદેશના બાગપતમાં પતિ-પત્નીના સંબંધોમાં આવેલી કડવાશે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ હંમેશાં માટે છીનવી લીધી છે. પત્ની પિયર ગઈ હતી અને પરત ફરવાની સાફ ના પાડી દીધી હતી. આ સામાન્ય લાગતો વિવાદ એટલો વધ્યો કે ભાજપ નેતાના યુવાન પુત્રએ અંતિમ પગલું ભરીને પોતાની જીવનલીલા સંકેલી લીધી. અંતિમ પગલું ભરતા પહેલાં પણ યુવકે પત્નીને મનાવવાના ખૂબ પ્રયાસ કર્યા હતા. તેણે પત્નીને કહ્યું હતું કે, "મેં તને આજ સુધી એક થપ્પડ પણ નથી મારી," છતાં પણ તે સાથે રહેવા તૈયાર નહોતી. પત્ની પરત ન ફરવાના આઘાતમાં પતિએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. શું છે સમગ્ર મામલો? આ હ્રદયદ્રાવક ઘટના બાગપત કોતવાલી વિસ્તારના દેશરાજ મહોલ્લાની છે. અહીં રહેતા ભાજપ નેતા સહદેવના પુત્ર નીરજના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં બાગપતના જ ગૌરીપુર ગામની એક યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદથી જ બંને વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતોને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, નીરજની પત્ની સગર્ભા હતી અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેતી હતી. નીરજ ઈચ્છતો હતો કે તેની પત્ની પાછી ઘરે આવી જાય. તે સતત તેને મનાવવા અને પરત લાવવાના પ્રયાસો કરી રહ્યો હતો, પરંતુ પત્ની પિયરમાંથી સાસરે આવવા માટે જરાય તૈયાર નહોતી. ફોન પર વાતચીત દરમિયાન શું થયું? ઘટનાના બે દિવસ પહેલાં પણ આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે ભારે વિવાદ થયો હતો. મામલો વધતા પત્ની પક્ષ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારનો આરોપ છે કે પોલીસ કાર્યવાહી બાદ નીરજને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યો હતો. આ બધી ઉથલપાથલ છતાં પત્ની પોતાના પિયરમાં જ રહેવાની જીદ પર અડી રહી હતી. બીજી તરફ, નીરજ પોતાના બગડતા સંબંધોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. તેણે પત્ની સાથે ફોન પર વાત કરીને તેને પરત આવવા માટે ઘણો આગ્રહ કર્યો, પરંતુ જ્યારે પત્નીએ સાથે આવવાની સાફ ના પાડી દીધી, ત્યારે નીરજ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડ્યો. "મેં તારી પર ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો..." પરિજનોના જણાવ્યા અનુસાર, પત્ની સાથે ફોન પર વાતચીત કરતી વખતે નીરજે પોતાનું દર્દ અને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મેં તને આજ સુધી એક થપ્પડ પણ નથી મારી." તેમ છતાં બંને વચ્ચેનું અંતર ઓછું થયું નહીં. આ વાતચીત બાદ ભારે માનસિક તણાવમાં આવેલા નીરજે પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી અને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. થોડા સમય બાદ પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં જ ઘરમાં ચીસાચીસ મચી ગઈ અને તાત્કાલિક પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસ તપાસ શરૂ માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે નીરજના શવને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ દંપતી વચ્ચે અસલી વિવાદનું કારણ શું હતું અને કઈ પરિસ્થિતિઓને કારણે નીરજને આ અંતિમ પગલું ભરવું પડ્યું. હાલ ભાજપ નેતાના પુત્રના અચાનક મોતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચંપત રાય ફરી મહાસચિવની રેસમાં:વિહિપે ક્લીનચિટ આપી, અયોધ્યાના સંતોએ દાન ચોરીમાં નિર્દોષ ગણાવ્યા; સમર્થનમાં સંત-મહંતો એકઠા થયા
    Next Article
    'ઝેન ઝી સે ડર ગયા બૂમર મોદી':અમદાવાદના નવરંગપુરામાં સરકારી હોર્ડિંગ પર PM મોદીના પોસ્ટર પર વિવાદીત સ્ટીકર ચોંટાડતા FIR

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment