Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરના ભાવિ સિંહોની સાચી શક્તિ માતૃત્વ:જંગલનો રાજા જન્મથી રાજા બનતો નથી તેને રાજા બનાવે છે એક સિંહણનું પ્રેમભર્યું માતૃત્વ : વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ભીંડે

    8 hours ago

    ગીરનું નામ સાંભળતાં જ સૌપ્રથમ સિંહનું ભવ્ય વ્યક્તિત્વ આંખો સામે આવી જાય છે. પરંતુ આ ભવ્યતાની પાછળ એક એવી શક્તિ છે જે ઘણીવાર નજરે પડતી નથી અને એ છે સિંહણનું માતૃત્વ. રાજકોટના યુવા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર જય ભીંડે દ્વારા પોતાના કેમેરામાં આ અદભુત સફર કંડારી છે અને આ સફરને તેઓ વર્ણવતા કહે છે કે ગીરના ભાવિ સિંહોની સાચી શક્તિએ માતૃત્વ છે. જંગલનો રાજા જન્મથી રાજા બનતો નથી તેને રાજા બનાવે છે એક સિંહણનું પ્રેમભર્યું માતૃત્વ. રાજકોટના યુવા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર જય ભીંડેએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે સિંહ સાથેની મારી સફર અંગે વાત કરું તો, નાનકડા બચ્ચાંનો જન્મ થાય છે ત્યારે તેઓ સંપૂર્ણપણે પોતાની માતા પર નિર્ભર હોય છે. જીવનના શરૂઆતના દિવસોમાં સિંહણ તેમને સુરક્ષિત સ્થળે રાખે છે, દૂધ પીવડાવે છે અને દરેક જોખમથી બચાવવા માટે સતત સતર્ક રહે છે. જંગલમાં દરેક દિવસ તેમના માટે એક નવી કસોટી હોય છે, જ્યાં માતાનો પ્રેમ અને રક્ષણ જ તેમની સૌથી મોટી તાકાત બને છે. સમય જતાં સિંહણ પોતાના બચ્ચાંને માત્ર જીવતા રહેવું જ નહીં, પરંતુ જંગલમાં જીવવાની કળા પણ શીખવે છે. શિકાર કેવી રીતે કરવો, જોખમને કેવી રીતે ઓળખવું અને પ્રકૃતિ સાથે કેવી રીતે તાલમેલ સાધવો આ બધું બચ્ચાં પોતાની માતા પાસેથી શીખે છે. આ શીખવણી જ તેમને ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવે છે. એક વન્યજીવ ફોટોગ્રાફર તરીકે મને ગીરના જંગલમાં સિંહણ અને તેના બચ્ચાં સાથે વિતાવેલી અનેક ક્ષણોને કેમેરામાં કેદ કરવાનો અવસર મળ્યો છે. દરેક તસવીર માત્ર એક દૃશ્ય નથી; તે માતાના પ્રેમ, ધીરજ, સંઘર્ષ અને નિઃસ્વાર્થ સમર્પણની જીવંત કહાની છે. વિશ્વ સિંહ દિવસ આપણને માત્ર સિંહના ગૌરવની યાદ અપાવતો દિવસ નથી, પરંતુ સિંહણના અવિસ્મરણીય યોગદાનને પણ સન્માન આપવાનો દિવસ છે. કારણ કે આજના આ નાનકડા બચ્ચાં જ આવતીકાલે ગીરની શાન બનવાના છે, અને તેમની આ સફરની સૌથી મહત્વપૂર્ણ માર્ગદર્શક તેમની માતા છે. આપણે સૌની જવાબદારી છે કે ગીરના કુદરતી આવાસનું સંરક્ષણ કરીએ, વન્યજીવોને તેમના સ્વાભાવિક વાતાવરણમાં જ રહેવા દઈએ અને આગામી પેઢી માટે આ અમૂલ્ય વારસો સુરક્ષિત રાખીએ.
    Click here to Read More
    Previous Article
    ભાજપ નેતાના પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું:પત્નીએ સાસરે આવવાની તૈયાર ન હતી, 'મેં તારી પર ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો...' કહી અંતિમ પગલું ઉઠાવ્યું
    Next Article
    संसद में 850 सीटें क्यों ज़रूरी, दल बदल के दम पर दो तिहाई बहुमत दिखाना चाहती है सरकार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment