Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષી સાંસદોનું સંસદ પરિસરમાં પ્રદર્શન:પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી મામલે શાહ પાસેથી જવાબની માંગ

    17 hours ago

    વિપક્ષી સાંસદોએ સોમવારે સંસદ પરિસરમાં 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. વિપક્ષી સાંસદોએ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી. સાથે જ 'અમિત શાહ જવાબ આપો'ના પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા. વિપક્ષનો હોબાળો ગૃહની અંદર પણ ચાલુ રહ્યો. આના કારણે લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતાં જ બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જ્યાં સુધી ગૃહમંત્રી સંસદમાં નિવેદન નહીં આપે, ત્યાં સુધી મડાગાંઠ ચાલુ રહેશે. સંસદના ચોમાસુ સત્રમાં સોમવારે લોકસભામાં 4 બિલ રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ બે બિલ રજૂ કરશે. જેમાં એક કેરળ (નામ બદલવા અંગેનું) બિલ, 2026 છે. જ્યારે બીજું નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટ, 1962 સુધારા બિલ છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, 2026 રજૂ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1957માં સુધારા માટેનું બિલ ગૃહમાં રજૂ કરશે. જ્યારે, રાજ્યસભામાં બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ, 2026 પર ચર્ચા કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બિલને ગૃહમાં રજૂ કરશે. પીએમને મળશે શરદ જૂથના 8 સાંસદો NCP (શરદ પવાર જૂથ) ના તમામ 8 સાંસદો આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. આ મુલાકાત માટે વડાપ્રધાન પાસેથી સમય માંગવામાં આવ્યો છે. વિપક્ષની આજે બેઠક, FCRA બિલનો વિરોધ કરશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ FCRA સુધારા બિલનો વિરોધ કરશે. આ મુદ્દે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સની સોમવારે યોજાનારી બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે. FCRA સુધારા બિલ સંસદના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહમાં લોકસભામાં રજૂ થવાની અપેક્ષા છે. આ બિલ વિદેશી અંશદાન (નિયમન) અધિનિયમ, 2010માં સુધારો કરશે. સરકારના મતે, તેનો ઉદ્દેશ્ય વિદેશી ભંડોળના નિયમનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે.
    Click here to Read More
    Previous Article
    26/11 હુમલા સાથે જોડાયેલો લશ્કરનો આતંકી અબ્દુલ-અઝીઝનું મોત:ઇસ્લામાબાદની રેસ્ટોરાંમાં ભોજન કર્યા બાદ મસ્જિદમાં નમાઝ પઢવા જતો હતો, અચાનક જ ઢળી પડ્યો
    Next Article
    બુધેલમાં પુત્રવધૂને તેડવા આવેલા સુરતના પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો:બેટ-પાઈપ અને ઢીંકાપાટુથી માર માર્યો, સાળા સહિત ચાર સામે ફરિયાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment