Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝઘડો અટકાવવા ગયેલી બે બહેનો પર ધારીયા-ધોકાથી હુમલો:કાકાની દીકરી સહિત ત્રણ ભાઈ સામે ફરિયાદ નોંધાઇ, રૂવાપરિ રોડ વિસ્તારનો બનાવ

    1 day ago

    ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટીમાં ગત રાત્રે નવેક વાગ્યાના અરસામાં ભાઈ સાથે ચાલતી બોલાચાલી અટકાવવા વચ્ચે પડેલી બે બહેનો પર કાકાના ચાર સંતાનોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. જૂની તકરાર કે બોલાચાલી સંદર્ભે થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત બંને બહેનોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પીડિતાની ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માથામાં ધારીયાનો ઘા માર્યો, વાળ પકડી જમીન પર પછાડી પ્લોટ નંબર 40માં રહેતા અને મોલમાં નોકરી કરતા 34 વર્ષીય પૂજાબેન નવલભાઈ સોલંકી, તેમની માતા, બહેન નેહાબેન અને ભાઈ દિવ્યેશ ઘરે હાજર હતા. તે સમયે કાકાના દીકરાઓ જર્મન શરદભાઈ સોલંકી અને રાહુલ શરદભાઈ સોલંકી ત્યાં આવી દિવ્યેશ સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતા. બંને બહેનો આ ઝઘડો અટકાવવા વચ્ચે પડતાં, જર્મને પૂજાબેનના માથામાં ધારીયાનો ઘા માર્યો હતો, જ્યારે રાહુલે તેમને વાળ પકડી જમીન પર પછાડી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ તકરાર દરમિયાન જર્મના ભાઈ-બહેન કાર્તિક અને અનમોલબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને નેહાબેનને ચહેરાના ભાગે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાળાગાળી કરી હતી. કાકાની દીકરી સહિત ત્રણ ભાઈ સામે ફરિયાદ નોંધાઇ હુમલામાં લોહીલુહાણ થયેલી બંને બહેનોને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. આ અંગે પૂજાબેને નોંધાવેલી ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસ સ્ટેશને જર્મન, રાહુલ, કાર્તિક અને અનમોલબેન સામે BNS એક્ટની કલમ 118(1), 115(2), 351(3), 352, 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બુધેલમાં પુત્રવધૂને તેડવા આવેલા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો:બેટ-પાઈપ અને ઢીંકાપાટુથી માર માર્યો, સાળા સહિત ચાર સામે ગુનો દાખલ
    Next Article
    Jharkhand Students Protest Live Updates: With Tricolours And Placards, Students March To Assembly Over Exam Irregularities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment