Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારનેરા ડુંગર પર સ્વચ્છતા અભિયાન:જિલ્લા માહિતી કચેરીની ટીમે કચરો ઉઠાવ્યો

    1 day ago

    વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગરને સ્વચ્છ અને સુંદર રાખવાના સંદેશ સાથે જિલ્લા માહિતી કચેરીની ટીમે રવિવારે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત ડુંગર પરથી મોટા પ્રમાણમાં કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના આહવાનને પગલે દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવે છે. આ કામગીરી તે જ શ્રેણીનો એક ભાગ હતી. નાયબ માહિતી નિયામક ઉમેશભાઈ બાવીસાના નેતૃત્વ હેઠળ ટીમે પારનેરા ડુંગર પર આવેલા મહાકાળી માતા મંદિર, ચંડીકા, અંબિકા અને નવદુર્ગા માતા મંદિર તેમજ ટેબલ પોઈન્ટ વિસ્તારમાં સફાઈ કરી હતી. અભિયાન દરમિયાન પાણીની ખાલી બોટલો, પાન-માવા અને ગુટખાના પડીકા, ફૂડ પેકેટના પાઉચ, પ્લાસ્ટિકની થેલીઓ અને બાળકોના ડાયપર સહિતનો વિવિધ પ્રકારનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુમાં લીલીછમ ચાદર ઓઢેલો પારનેરા ડુંગર પ્રવાસીઓને આકર્ષે છે. વલસાડની આ પ્રાચીન ધરોહરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી સૌની છે, તેવો સંદેશ જિલ્લા માહિતી કચેરીની ટીમે આપ્યો હતો. આ સફાઈ અભિયાનમાં નાયબ કાર્યપાલક ઈજનેર સુનિલ મહેતા સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રેગિંગે ડૉ.હર્ષ પંડ્યાનો જીવ લીધો, સસ્પેન્ડ 4 ડૉક્ટરમાં 3 મહિલા:સુરત નવી સિવિલમાં ચાર ફેકલ્ટીને નોટિસ; તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
    Next Article
    India Revives Decades-Old Tradition, Gifts 5 Peacocks To UN

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment