Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુગર ફ્રી ચોકલેટ એ માત્ર શબ્દોનો ખેલ, હકીકત કંઈક અલગ:વજન અને બ્લડ શુગર વધારતા તત્વોની મિલાવટ, ડાયાબિટીસના દર્દી જ નહીં સામાન્ય લોકોને પણ ડૉક્ટરે ચેતવ્યા

    17 hours ago

    ગુજરાત સહિત આખા દેશમાં આજે હેલ્થ કોન્શિયસ લોકો, ડાયાબિટીસના દર્દીઓ અને ફિટનેસ પાછળ ઘેલા થયેલા યુવાનો શુગર ફ્રી ચોકલેટ બિન્દાસ્ત ખાઈ રહ્યા છે. કારણ કે લોકોના મનમાં એવી છાપ ઊભી કરી દેવામાં આવી છે કે આ ચોકલેટ ખાઓ તો પણ બ્લડ શુગર અને વજનની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ નો એડેડ શુગર કે શુગર ફ્રીના દાવા સાથે વેચાતી બ્રાન્ડેડ ચોકલેટ્સની વાસ્તવિકતા આપણી કલ્પના કરતાં સાવ અલગ જ છે. આવી ચોકલેટ્સ બનાવતી કંપનીઓ ખાંડ સીધી રીતે ભલે ન ઉમેરતી હોય, પણ એનો અર્થ એ બિલકુલ નથી કે તે કેલરી મુક્ત છે કે તેનાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ નથી વધતું. આ વાતની હકીકત વાંચકો સામે લાવવા માટે દિવ્ય ભાસ્કરે માર્કેટમાં સૌથી વધુ વેચાતી ચાર મોટી અને નામાંકિત બ્રાન્ડ્સની ચોકલેટના સેમ્પલ ભેગા કર્યા. જેને અમદાવાદ મહાનગરપાલિકાની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલ્યા. આગળ વધતા પહેલાં એક મહત્વની વાત જાણી લો… જાણિતી માર્કેટ રિસર્ચ ફર્મ મોબિલીટી ફોરલાઇટના ડેટા પ્રમાણે ભારતમાં સુગર ફ્રી ચોકલેટનું માર્કેટ 2025માં 2.8 બિલિયન ડોલર એટલે કે 23,500 કરોડ રૂપિયાનું હતું, જે 2031 સુધીમાં 42 હજાર કરોડ રૂપિયાને આંબી જાય એવી સંભાવના છે. જેની પાછળ બે કારણો છે. 1- દેશમાં વધતા ડાયાબિટીસના કેસ 2- લોકોમાં આવી રહેલી જાગૃતિ. દિવ્ય ભાસ્કરે ચાર બ્રાંડની ચોકલેટ માત્ર નમૂનારૂપ લીધી છે, જેનાથી એ સમજી શકાય કે સામાન્ય રીતે દેશ-દુનિયામાં વેચાતી શુગર ફ્રી ચોકલેટમાં કેવા-કેવા તત્વો હોય છે. આ ચોકલેટના લેબ ટેસ્ટમાં જે પરિણામો આવ્યા તેનો સાર જાણી લો… લેબ ઓફિસરે શુગર ફ્રી ચોકલેટની ‘ડાર્ક ડાઇડ’ બતાવી શુગર ફ્રી ચોકલેટના લેબોરેટરી ટેસ્ટિંગના પરિણામો વિશે લેબ ઓફિસર વિમલ શાહે જણાવ્યું, કંપનીઓએ ચોકલેટ શુગર ફ્રી હોવાનો દાવો કર્યો છે એ સાચો છે. પણ તેમાં એડેડ શુગર લખવુ વધારે યોગ્ય છે. કારણ કે શુગર એકદમ ઓછા પ્રમાણમાં છે. પરંતુ તેમાં માલ્ટિટોલની હાજરી જોવા મળી છે, જેનાથી સાચવવા જેવું છે. આમ, માલ્ટિટોલ જ એ વસ્તુ છે, જેના કારણે શુગર ફ્રી ચોકલેટમાં ખાંડ નાખ્યા વગર મીઠાશ આવે છે. શુગર ફ્રી ગણાતી મોટાભાગની ચોકલેટ્સમાં તેના કુલ વજનના 35થી 45 ટકા જેટલો મોટો હિસ્સો માત્ર આ માલ્ટિટોલ જ હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો જો તમે 100 ગ્રામની એક શુગર ફ્રી ચોકલેટ ખાઓ છો, તો તમે અજાણતા જ તમારા પેટમાં 35થી 45 ગ્રામ જેટલું માલ્ટિટોલ પધરાવી રહ્યા છો. પરંતુ આ માલ્ટિટોલ શરીરમાં ગયા પછી લોહીની શુગર અને કેલરી પર કેવી અસર કરે છે તે વધુ ચિંતાજનક છે. ખાંડ અને માલ્ટિટોલ શરીરમાં ગયા પછી કેવી અસર કરે? આપણે સામાન્ય રીતે જે સફેદ ખાંડ વાપરીએ છીએ તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ આશરે 65 જેટલો હોય છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એવો આંકડો છે જે દર્શાવે છે કે કોઈ ખોરાક શરીરમાં ગયા પછી કેટલી ઝડપથી લોહીમાં ગ્લુકોઝ ઉમેરે છે. હવે ચોંકાવનારી વાત એ છે કે આ માલ્ટિટોલનો જીઆઈ પણ 35થી 52ની વચ્ચે હોય છે. એટલે તે સાદી ખાંડ કરતાં થોડી ધીમી ગતિએ કામ કરે છે, પરંતુ શરીરમાં જઈને લોહીમાં શુગરનું પ્રમાણ તો વધારે જ છે. હવે કેલેરીનું ગણિત પણ સમજી લો. સામાન્ય ખાંડમાં 1 ગ્રામ દીઠ 4 કેલરી જ્યારે આ માલ્ટિટોલમાં 1 ગ્રામ દીઠ લગભગ 2.4 કેલરી હોય છે. એટલે કે કેલરીનું પ્રમાણ શૂન્ય હોતું નથી. જે લોકો વજન ઘટાડવાની આશામાં આ મોંઘી ચોકલેટો આરોગે છે, તેઓ ખરેખર તો અજાણતા જ શરીરમાં કેલેરીવાળી વસ્તુ નાખે છે. પણ વાત માત્ર શુગર કે કેલરી પૂરતી સીમિત નથી, કંપનીઓ ચોકલેટનો સ્વાદ જાળવવા વધુ એક ખતરનાક ઉપાય લઇ આવે છે. માલ્ટિટોલ કે તેના જેવું શુગર આલ્કોહોલ કંપનીઓને સસ્તું પડે છે અને શુગર ફ્રી ચોકલેટનો સ્વાદ સામાન્ય ચોકલેટ જેવો જ ક્રીમી જાળવી રાખે છે. વળી, ટેક્સચરને જાળવી રાખવા માટે તેમાં ફેટ એટલે કે ચરબી અથવા કોકો બટર ઉમેરવામાં આવે છે. જેના કારણે સામાન્ય ચોકલેટ કરતાં શુગર ફ્રી ચોકલેટમાં કુલ કેલરી અને ફેટ આવી જાય છે. માલ્ટિટોલથી કેવી શારીરિક સમસ્યાનો ખતરો? કહેવાતી શુગર ફ્રી ચોકલેટથી માત્ર વજન કે શુગર જ નથી વધતુ, પરંતુ તે માનવ પાચનતંત્રને બગાડી શકે છે. માલ્ટિટોલ કે સોર્બીટોલ જેવા શુગર આલ્કોહોલને આપણું નાનું આંતરડું પૂરેપૂરું પચાવી શકતું નથી. પરિણામે, પેટમાં ગેસ થવો, આંતરડામાં તીવ્ર ચૂંક આવવી, પેટ ફુલાઈ જવું અને અચાનક ઝાડા થઈ જવા જેવી સમસ્યા થઈ શકે. આ બાબતે નામાંકિત ડૉક્ટરો ક્લિનિકલ અનુભવોના આધારે આપેલા અભિપ્રાય આંખ ઉઘાડનારા છે. હવે તો ડૉક્ટરો પણ શુગર ફ્રી ચોકલેટથી ચેતવી રહ્યા છે અમદાવાદના જાણીતા MD ફિઝિશિયન ડૉક્ટર દેવાંગ શાહે જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં તેઓ પણ પોતાના ડાયાબિટીસના દર્દીઓને શુગર ફ્રી ચોકલેટ ખાવાની છૂટ આપતા હતા. પરંતુ જ્યારે તેમણે આ પ્રોડક્ટ્સના વૈજ્ઞાનિક ડેટા અને ન્યુટ્રીશનલ વેલ્યુનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કર્યું, ત્યારે મોટો ખુલાસો થયો. આવી ચોકલેટથી બ્લડ શુગર નહીં વધે એવું ન માનતા તેમણે સ્પષ્ટ કહ્યું કે શુગર ફ્રી ચોકલેટ ખાવાથી બ્લડ શુગર નહીં વધે તે માન્યતા તદ્દન ભ્રામક છે. તેમણે કંપનીઓને વિનંતી કરી કે માલ્ટિટોલના બદલે એસ્પાર્ટેમ કે એરિથ્રિટોલનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો પેકિંગ પર મોટો અક્ષરે લખવું જોઈએ કે આ ચોકલેટમાં માલ્ટિટોલ છે જે સંપૂર્ણ શુગર ફ્રી નથી. ડૉક્ટર દેવાંગ શાહના આ નિવેદન બાદ અમદવાદના અગ્રણી ડાયાબિટીસ નિષ્ણાત ડૉક્ટર બન્સી સાબૂએ આપેલી ચેતવણી વધુ ગંભીર હતી. ડાયાબિટીસ નિષ્ણાતે શુગર ફ્રી ચોકલેટથી ચેતવ્યા ડૉક્ટર બન્સી સાબૂએ ચેતવતા જણાવ્યું કે, શુગર ફ્રીના નામે બજારમાં વેચાતી ચોકલેટોમાં માલ્ટિટોલનો છૂટથી ઉપયોગ થાય છે, જેમાં કેલરી અને શુગરનું નોંધપાત્ર પ્રમાણ હોય છે. આથી આવી ચોકલેટ ખાવાથી દર્દીનું બ્લડ શુગર અચાનક વધી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો આવી ચોકલેટ વધારે ખવાઈ જાય તો ડાયેરિયા પણ થઈ શકે છે. સ્મીતા શાહે આ અંગે જણાવ્યું કે, સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીને એવું આશ્વાસન મળી જાય છે કે શુગર ફ્રી ચોકલેટ ખાવાથી તેમને કોઈ નુકસાન નહીં થાય. પરંતુ શુગર ફ્રી શબ્દનો અર્થ એવો બિલકુલ નથી થતો કે તેમાં શુગર કે કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ શૂન્ય છે. મોટા ભાગની કંપનીઓ જુઠ્ઠુ નથી બોલતી પણ પૂરું સત્ય પણ નથી જણાવતી ભારતના નિયમો પ્રમાણે શુગર ફ્રી ચોકલેટ બનાવતી કંપનીઓ જુઠ્ઠુ બોલીને વેપાર કરે છે એવું નથી. પરંતુ સંપૂર્ણ સત્ય પણ ગ્રાહકોને જણાવવામાં નથી આવતું. જેથી લોકોનું ધ્યાન પ્રોડક્ટથી થતાં લાંબાગાળાના નુકસાન પણ જતું નથી. વાસ્તવમાં આ પ્રોડક્ટના પેકેટ પર સ્પષ્ટ અક્ષરોમાં ચેતવણી હોવી જોઈએ કે આમાં રહેલા માલ્ટિટોલ અને ફેટના કારણે શુગર તથા વજન વધી શકે છે. હાલની સ્થિતિએ જરૂરી છે કે ગ્રાહક પોતે જ સજાગ બને. બજારમાં મળતી કોઈપણ શુગર ફ્રી કે હેલ્ધી ગણાતી પ્રોડક્ટના આકર્ષક કવર કે જાહેરાતોથી અંજાયા વગર તેના પાછળ છાપેલી ડિટેલ્સ વાંચવાની ટેવ પાડે. જ્યારે પણ બજારમાંથી આવી વસ્તુઓ ખરીદો ત્યારે તેના લેબલ પર લખેલા ઇન્ગ્રિડિયન્સનું પ્રમાણ ચોક્કસ ચકાસો, કારણ કે થોડીક જાગૃતિ તમને અને તમારા પરિવારને મોટા શારીરિક નુકસાનથી બચાવી શકે છે. દિવ્ય ભાસ્કરે જે ચારેય કંપનીની ચોકલેટ લેબ ટેસ્ટ માટે લીધી એ કંપનીઓને ઇમેલ કરીને માલ્ટિટોલની લાંબાગાળાની આડઅસર વિશે જવાબ માગ્યો છે. જો કે હજુ સુધી તેમનો પ્રતિઉત્તર મળ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    રામમંદિરમાં ચોરી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:SIT પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે, અયોધ્યામાં 8 આરોપીઓની વર્ચ્યુઅલ હાજરી
    Next Article
    Surat Sugar Factory Election | સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈ સુરતમાં રાજકીય માહોલ ગરમાયો| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment