Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે પછી આવું નહીં થાય સાહેબ એકવાર માફ કરી દો':મધરાતે અમદાવાદ સિવિલમાં રેપિસ્ટે લંગડાતા-લંગડાતા કાન પકડ્યા, રિવોલ્વર છીનવી ભાગવા જતા પોલીસે ગોળી ધરબી

    12 hours ago

    અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે આ ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માગતા-માગતા એક જ વાતનું રટણ કર્યું હતું કે, ‘સાહેબ હવે પછી આવું નહી થાય, એકવાર માફ કરી દો…’. ફાયરિંગની આ ગંભીર ઘટનાને પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. ઘટનાક્રમને તસવીરોમાં સમજો પીઆઈની રિવોલ્વર ઝૂંટવી ભાગતો હતો આરોપી ઝોન-7 DCP શિવમ વર્માએ જણાવ્યું કે, પોલીસકર્મી અને આરોપી બંને ઇજાગ્રસ્ત છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો પણ નોંધવામાં આવશે. આ પણ વાંચો - 'સફારી વાળા સિક્યુરિટી ગાર્ડને શોધવાનો છે':મધરાતે જ 10 ટીમ અને હાથથી મેપ બનાવી 10 કિમી વિસ્તાર ફંફોળી નાંખ્યો આ પણ વાંચો - અમદાવાદમાં ગળે વાયર બાંધી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ
    Click here to Read More
    Previous Article
    Rajkot Auto Fare Hike Demand | રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારો કરવા માગ | Gujarati Samachar | news18
    Next Article
    Lion Rescued From Ukraine War Now Fighting Rare Fungal Infection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment