Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સગીરા પર હોટલમાં દુષ્કર્મ, અતિશય બ્લિડિંગથી મોત:મૃતકના પિતા બોલ્યા-કેસ દબાવવા આરોપીના પિતાએ ધમકી આપી પૈસાની ઓફર કરી, હોસ્પિટલે પોલીસ ન બોલાવી

    1 day ago

    ગાંધીનગરના કલોલની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્માએ શારીરિક સંબંધ બાંધતા સગીરાનું મોત થયું છે. પ્રેમીના અત્યાચારના કારણે ગુપ્ત ભાગેથી અતિશય બ્લિડિંગ થતાં સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને ત્યાર બાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોરને કારણે સારવાર દરમિયાન મોત થઈ ગયું. ચાર-ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં જિંદગી સામે જંગ લડી ને અંતે દમ તોડી દીધો. જ્યારે પીડિતાના પિતાએ કહ્યું, આરોપીના પિતાએ સમાધાન કરી કેસ દબાવવા પૈસાની પણ ઓફર કરી હતી, અમારે પૈસા નહીં પણ ન્યાય જોઈએ છે. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરીને પ્રવાહી પીવડાવીને દીપ લઈ ગયો હતો. ઘટનાબાદ અમને ઘરે આવીને ધમકી આપી હતી કે, તમે જો પોલીસ કેસ કરશો તો તમને મારી નાંખીશુ. મારી દીકરીનું બેગ, સોનાની ચેઈન, મોબાઈલ કે તેના કપડાં પણ મારી પાસે નથી. આ અંગે પેથાપુર PIએ કહ્યું કે, આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટના સેકટર 16ના એક ગેસ્ટ હાઉસમાં બની હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક ટીમને સાથે રાખી પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેમજ તેની સામે પોક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોલેજેથી માસીના ઘરે જવાનું કહ્યું હતું પણ ત્યાં પહોંચી નહીં 6 ઓગસ્ટે સવારના 7 વાગ્યે સગીરા કલોલ સ્થિત ઘરેથી તેની બહેનપણી સાથે ગાંધીનગર કોલેજ જવા માટે નીકળી હતી. બપોરે 1 વાગ્યે પિતાએ તેને ફોન કરતા કહ્યું કે તે કોલેજમાં છે અને કોલેજ છૂટ્યા બાદ તેની માસીના ઘરે સરખેજ જવાનું છે. ત્યાર પછી સાંજના સાતેક વાગ્યે સગીરાના માસાએ તેના પિતાને ફોન કરી કહ્યું કે, દીકરી ઘરે આવી નથી. જેથી પિતાએ કહ્યું કે, દીકરી તો અમારા ઘરે પણ પહોંચી નથી. ત્યાર બાદ પરિવારજનોએ સગા-વ્હાલા તથા બહેનપણીઓના સંપર્ક કરી શોધખોળ હાથ ધરી. જો કે રાત થવા છતાં કોઈ ખબર મળ્યા નહીં. આરોપી મૃતકને કલોલ મૂકવા જતો હતો ને બ્લિડિંગ શરૂ થયું જો કે આ વચ્ચે સગીરા બપોરે ત્રણેક વાગ્યા પછી સગીરા દિશાંત સાથે હોટલ પહોંચી હતી. જ્યાં એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન મૃતકને ગુપ્ત ભાગે ઈજા પહોંચી. ત્યાર બાદ આરોપી તેને બાઈક ઉપર કલોલ મુકવા જવા નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક સગીરાને બ્લીડિંગ શરૂ થતા પહેલાં રાંધેજા રોડ પરની ડિવાઇન હોસ્પિટલ લઈ ગયો. જ્યાં પ્રાથમિક સારવાર કરાઈ હતી. પરંતુ બ્લડિંગ બંધ થતું ન હોવાથી ગભરાઈને આરોપીએ તેના પિતાને જાણકારી હતી. જ્યાંથી એમ્બ્યુલન્સમાં સગીરાને સરગાસણની SGS હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તેણે તેના પિતાને બોલાવી લીધા. જોકે આ હોસ્પિટલે મામલાની ગંભીરતા સમજીને કેસ હાથમાં ન લઈ અન્ય હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જેથી બાપ-દીકરો સગીરાને પગરવ હોસ્પિટલ લઈ ગયા અને પોતાની દીકરી હોવાનું કહી એડમિટ કરી દીધી હતી. આટલી ગંભીર ઘટના હોવા છતાં ડિવાઇન કે પગરવ બંને હોસ્પિટલોએ પોલીસને જાણ કરવાની તસ્દી લીધી ન હતી. બીજા દિવસે(7 ઓગસ્ટ) વહેલી સવારના સાડા પાંચેક વાગ્યે આરોપીના પિતા ભરતભાઇએ સગીરાના પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. આ વાત સાંભળતા જ મૃતકના માતા-પિતા પગરવ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં માતા-પિતાએ જોયું તો દીકરી ICUમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ હતી અને ડોકટરને પુછતા કહ્યું કે, લોહી નીકળવાને કારણે ગુપ્ત ભાગે ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ બેભાન છે. જો કે પોલીસને આ બાબતને કોઈ જાણ કરી નહોતી. માતા-પિતા પહોંચ્યા પછી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ સગીરાને એડવાન્સ હોસ્પિટલમાં લઈ જવાઈ. જોકે વધુ પડતું બ્લિડિંગ થવાથી ફેફસાં અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાાઈ જતા તેને વેન્ટિલેટર પર લીધી હતી. જ્યાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે મધરાતે સગીરાએ દમ તોડ્યો હતો. પરિવારે આખી રાત દીકરીને શોધી, સવારે આરોપીના પિતા માણસો સાથે ઘરે પહોંચ્યાં મૃતક સગીરાના પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે,આ ઘટનાના બીજા દિવસે સવારે આરોપી દિશાંત ઉર્ફે દીપના પિતા ભરતભાઈ 10થી 12 લોકોને લઈને અમારા ઘરે આવ્યા હતા અને દીકરીને દિશાંત સાથે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો હતો. અમને કહ્યું કે, દીકરીને આંચકી આવી હોવાથી સરગાસણ પગરવ હોસ્પિટલમાં દાખલ કરી છે અને અમે ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે, દીકરી-જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યાં સુધીમાં તો ભરતભાઈ (આરોપીના પિતા) સહિતના લોકો ત્યાંથી રવાના થઈ ગયા. આમાં હોસ્પિટલની પણ ગંભીર બેદરકારી છે. પરિવારનો આક્ષેપ છે કે, ગઈકાલ બપોર સુધી પગરવ હોસ્પિટલ દ્વારા સારવારનો ખેલ ચાલુ રાખવામાં આવ્યો હતો. પરંતુ દીકરીની હાલતમાં કોઈ ફેર પડી રહ્યો ન હતો. અમને મળવા દેતા પણ ન હતા. બાદમાં પરિવારને મેડિકલી ક્રિટિકલની સમજ આપીને ડિસ્ચાર્જ પેપર પર સહીઓ લઈ લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    'હવે પછી આવું નહીં થાય સાહેબ એકવાર માફ કરી દો':રેપિસ્ટે કાન પકડી માફી માગી, મધરાતે અમદાવાદ રેપના આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી ધરબી
    Next Article
    From 40 Acres Of Barren Land To Sprawling BCCI CoE: How Jay Shah And Co Turned Dream To Reality

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment