Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ યુવા મોરચાના સભ્ય અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ:ફોટા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી બંનેએ પરણિતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું

    18 hours ago

    ખંભાત તાલુકા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્ર વિરૂદ્ધ 21 વર્ષની પરણિતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવા, અશ્લીલ વીડિયો-ફોટા ઉતારી બ્લેકમેઇલ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. ગેરકાયદે સંબંધથી શરૂ થઈ બ્લેકમેઇલિંગની કાળી રમત ખંભાતના એક ગામમાં રહેતો અને મૂળ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો વિજય રાવજીભાઈ ચૌહાણ (જે તાલુકા ભાજપ યુવા મોરચામાં કારોબારી સભ્ય છે) જૂન 2025માં સોશિયલ મીડિયા મારફતે પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. વાતોના જાળમાં ફસાવી તેણે મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા અને આ દરમિયાન તેના કેટલાક વાંધાજનક ફોટા પોતાના ફોનમાં પાડી લીધા હતા. ત્રણેક મહિના બાદ આ વાતની જાણ પરિણીતાના પતિ અને સાસરિયાઓને થતાં, સામાજિક પંચ સમક્ષ બેઠક યોજાઈ હતી. જેમાં વિજય ચૌહાણે માફી માગીને તમામ ફોટો-વીડિયો ડિલીટ કરી દેવાની ખાતરી આપી હતી. આથી મહિલાએ આ સંબંધ ત્યાં જ પૂરો કરી દીધો હતો. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ અને ધમકી સંબંધ પૂરો થયા છતાં વિજય ચૌહાણે ફોટો-વીડિયો ડિલીટ કર્યા નહોતા. ગત જાન્યુઆરી મહિનામાં પરિણીતા જ્યારે સીવણકામ માટે જતી હતી ત્યારે, આરોપીએ તેનો રસ્તો રોકી, અશ્લીલ સામગ્રી વાઈરલ કરી દેવાની ધમકી આપીને તેને બળજબરીપૂર્વક ગેસ્ટ હાઉસ ખાતે લઈ ગયો હતો. ત્યાં તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પતિ અને સાસરિયાઓને ઘેનની ગોળીઓ આપી દેવા દબાણ કર્યું ત્યાર બાદ થોડા સમય પછી વિજય પોતાના મિત્ર કિરણ જાદવને પણ સાથે લાવ્યો હતો. બંનેએ ગેસ્ટ હાઉસમાં વારાફરતી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને એકબીજાના વીડિયો પણ શૂટ કરી લીધા હતા. આ વીડિયોના આધારે તેઓ પીડિતાને સતત બ્લેકમેઇલ કરતા હતા. એટલું જ નહીં, આરોપીઓએ પરિણીતાને તેના પતિ અને સાસરિયાઓને ઘેનની ગોળીઓ આપી દેવા દબાણ કર્યું હતું અને જો તે તેમ ન કરે તો પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલા પોલીસ વિના 9 કલાક પૂછપરછનો આક્ષેપ સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે પોતાના પતિને સમગ્ર આપવીતી જણાવી હતી. બાદમાં તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 11:50 કલાકે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. જોકે, સ્થાનિક પોલીસે તુરંત કોઈ FIR નોંધી નહોતી. આક્ષેપ છે કે, ખંભાત ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. નાયી અને પી.એસ.આઈ. મકવાણા દ્વારા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો અનાદર કરીને મહિલા પોલીસ કર્મચારીની ગેરહાજરીમાં પીડિતાની સતત 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને સમાધાન માટે દબાણ કરાયું હતું. SPની કડક સૂચના બાદ 4 દિવસે FIR દાખલ સ્થાનિક પોલીસની કામગીરી શંકાસ્પદ જણાતાં પીડિત મહિલા અને તેના પરિવારજનોએ SP જી.જી. જસાણી સમક્ષ રૂબરૂ પહોંચીને લેખિત રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ મામલાની ગંભીરતા જોઈ તુરંત કાર્યવાહીના આદેશ આપ્યા હતા. SPના આદેશ બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને અરજી આપ્યાના ચોથા દિવસે વિજય રાવજીભાઈ ચૌહાણ અને કિરણ જાદવ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. BNSની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ પોલીસે બંને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની એક જ મહિલા પર વારંવાર દુષ્કર્મ આચરવું 64(2)(m), સામૂહિક બળાત્કાર 70(1), જાનથી મારી નાખવાની કે ગંભીર ઈજા પહોંચાડવાની ધમકી 351(3), જાહેર શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી અપમાન કરવું 352, ગુનો આચરતી વખતે ઉશ્કેરણી કરનાર/સહાયક તરીકે હાજરી 54 મુજબની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબમાં BSFના ફાયરિંગમાં શંકાસ્પદ ઘૂસણખોર ઠાર:અમૃતસરમાં બોર્ડર પર ગોળી મારી, કાંટાળી તાર પાર કરવાનો પ્રયાસ કર્યો; તમાકુનું પેકેટ મળ્યું
    Next Article
    Pilots Of Helicopter That Crashed While Fighting Utah Wildfire Die

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment