Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના ડાંગીયા પીરના ઉર્સ મેળામાં આખલાનો આતંક:ભીડ વચ્ચે બેકાબૂ આખલો ઘૂસી આવતા અફરાતફરી, અનેક લોકો અડફેટે ચડતાં ઈજા પહોંચી

    17 hours ago

    ગઢડાના ડાંગીયાપીર ઉર્સ મેળામાં એક બેકાબૂ આખલો ભીડમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ગઢડા શહેરના શાક માર્કેટ પાસે આવેલી ડાંગીયાપીરની દરગાહ ખાતે ઉર્સ નિમિત્તે આ મેળો યોજાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હતા. આજે સાંજે અચાનક એક બેકાબૂ અને આક્રમક આખલો ભીડમાં ઘૂસી આવ્યો હતો. આખલાએ રસ્તા પર દોડાદોડ કરતા અનેક લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આખલાના હુમલામાં કેટલાક લોકોને હાથ-પગ તેમજ શરીરના અન્ય ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ મેળામાં હાજર લોકોએ બૂમાબૂમ કરી આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રખડતા પશુઓના ત્રાસને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મેળા અને જાહેર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવા છતાં રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:મેષ અને મકર રાશિને મહેનતનું ઉત્તમ ફળ મળશે, ધન રાશિની તમામ મુશ્કેલીઓ દૂર થશે
    Next Article
    Q1 Results Live Updates: Delhivery Profit Drops 65%, ABFRL Posts Rs 215-Crore Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment