Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર અજય દહિયાએ ખરસાલીયા ગામની મુલાકાત લીધી:દફતર તપાસી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

    22 hours ago

    પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કાલોલ તાલુકાના પ્રવાસ દરમિયાન ખરસાલીયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગામની વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન, કલેક્ટરે ગામના રેકોર્ડની સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરી હતી. તપાસમાં બોજાની બીજા હક્કમાં નોંધ દાખલ થઈ છે કે નહીં, દબાણ રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવે છે કે નહીં, તેમજ બિનખેતીમાંથી પુનઃ ખેતીમાં ફેરવાયેલા કિસ્સાઓની યોગ્ય નોંધ થઈ છે કે નહીં તેની વિગતવાર ચકાસણી કરાઈ હતી. કલેક્ટર અજય દહિયાએ 10 સર્વે નંબરોની રૂબરૂ તપાસ પણ કરી હતી. તેમણે રેકોર્ડમાં જરૂરી પૂર્તતા કરવા અને વહીવટી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના મહેસૂલી રેકોર્ડ અને વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    ઘોઘાના વાવડી ગામે જુગારના અખાડા પર LCBના દરોડા:વાવડી (તણસા) સીમમાં ધમધમતા જુગારધામ પર LCBની રેડ કરતા નાળ ઉઘરાવનાર સહિત 9 સામે ગુનો દાખલ, 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા, 2 ફરાર
    Next Article
    As Russia, Ukraine Trade Missiles, Zelensky Lands In Moscow-Friendly Serbia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment