Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પીડબ્રેકરની અદાવતમાં યુવાન પર ઘાતક હુમલો:શિવાજી સર્કલ પાસે કુતરાને બિસ્કીટ ખવડાવતા યુવકને ઘેરીને માર માર્યો, ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

    16 hours ago

    ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવીંગ તથા ગાડી વોશિંગનું કામ કરતા અમીત પુરોહીત પર અગાઉના ઝઘડાની દાઝ રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ, તલવાર અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી અમીત આજરોજ સવારના સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસેથી એસેસ મોટરસાયકલ લઈને માલધારી સોસાયટી ખાતે ગાડી ધોવા જઈ રહ્યા હતા. તે દરમિયાન શિવાજી સર્કલ પાસે મોબાઈલની દુકાન નજીક તેઓ કુતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા, ત્યારે બે મોટરસાયકલ અને એક કાળા રંગના મોટરસાયકલ પર ચાર શખ્સો આવ્યા હતા. આ શખ્સોમાં તુષાર ઉર્ફે તુષુ, રોમી, મીતેશ અને એક અજાણ્યો ઇસમ સામેલ હતા, હુમલાખોરો પૈકી તુષારે પોતાના હાથમાં રહેલા લોખંડના પાઈપ વડે અમીતના ડાબા હાથના બાવડા ઉપર અને પેટના ભાગે ઘા માર્યા હતા, જ્યારે રોમીએ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા પેટના ભાગે લસરકો થયો હતો. વળી, મીતેશે છરી વડે હુમલો કરતા અમીતએ છરી પકડી લેતા જમણા હાથની હથેળીના ભાગે ગંભીર ઈજા થઈ હતી, આ ઉપરાંત તુષારે ડાબા પગની ઘુંટીના ભાગે પણ પાઈપથી માર માર્યો હતો અને તમામ શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી., આ હુમલા પાછળનું મુખ્ય કારણ આશરે છ મહિના જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે,જેમાં આરોપીઓ પોતાના મોટરસાયકલ પુરપાટ ઝડપે ચલાવતા હોવાથી અમીતના ઘર પાસે સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યો હતો, આ વાતની દાઝ રાખીને અગાઉની અદાવતનું વેર વાળી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે, ઘટના બાદ ઈજાગ્રસ્ત અમીત પોતાના મોટરસાયકલ પર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી. સારવાર દરમિયાન અમીતના જમણા હાથની હથેળીમાં આશરે છ ટાંકા આવ્યા છે, તેમજ ડાબા હાથ, પેટ, ડાબા પગની ઘુંટી તથા શરીરના અન્ય ભાગોમાં મુંઢ ઈજાઓ પહોંચી છે, આ બનાવ અંગે ભોગ બનનાર અમીત પુરોહીતે તુષાર ઉર્ફે તુષુ, રોમી, મીતેશ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે…
    Click here to Read More
    Previous Article
    DC Box Office Collection Day 1: लोकेश कनगराज की फिल्म DC का बॉक्स ऑफिस पर मिला-जुला रेस्पांस, पहले दिन किया 5.70 करोड़ का कलेक्शन
    Next Article
    જન્માષ્ટમી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે:રાજકોટના લોકમેળામાં દૈનિક 4 કલાક પ્રસ્તુતિ માટે કલાકારો - ગ્રુપો પાસેથી અરજીઓ મંગાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment