Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપહરણનો આરોપી ઝડપાયો, ભોગ બનનાર મળ્યો:પંચમહાલ પોલીસે પાસા વોરંટના બે સહિત ત્રણ આરોપી પકડ્યા

    22 घंटे पहले

    પંચમહાલ પોલીસે અપહરણના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન અપહરણ કરાયેલ ભોગ બનનાર પણ મળી આવ્યો છે. આ ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા વોરંટ હેઠળના અન્ય બે આરોપીને પણ પોલીસે પકડી પાડ્યા છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ગુમ અને અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી વિશાલ દિલીપભાઈ નાયક (રહે. રતનપુરા સમા, તા. કાલોલ, જી. પંચમહાલ) બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પાડાપાણ ગામ ખાતે મજૂરી કામ કરતો હોવાની બાતમી મળી હતી. પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે કાર્યવાહી કરીને તેને પાડાપાણથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિશાલ નાયક અને અપહરણ કરાયેલ ભોગ બનનારને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. બીજી તરફ, પંચમહાલ એલ.સી.બી. દ્વારા પાસા હેઠળના નાસતા ફરતા આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા હેઠળ અટકાયતના હુકમના આધારે ગોધરાના સોહેલ ઐયુબ ભાઈજમાલને એલ.સી.બી. સ્ટાફે બાતમીના આધારે ખાનગી વોચ રાખીને ઝડપી પાડ્યો હતો. તેને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પાસા વોરંટના નાસતા ફરતા અન્ય આરોપી રીયાઝ ગુલમોહમદ વસ્કાને પણ એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો છે. તેને પણ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પંચમહાલ પોલીસની વિવિધ ટીમોએ માનવ સૂત્રો અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવીને આ અસરકારક કાર્યવાહી કરી હતી. પોલીસની આ કામગીરીથી ગુમ અને અપહરણ થયેલા વ્યક્તિઓને શોધવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશને વધુ વેગ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    25 CCTV ચેક કરીને હિટ એન્ડ રનના આરોપીને દબોચ્યો:ખટોદરામાં 500 કિલો નાળિયેર ભરેલા ટેમ્પોનું ટાયર ફરી વળતા સાયકોલોજીની વિદ્યાર્થિનીનું મોત થયું'તું
    Next Article
    OpenAI Browser Flaw Could Let Hackers Spam Your WhatsApp Contacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment