Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકસવાડામાં કૂવામાં ખાબકેલી સિંહણનું સફળ રેસ્ક્યૂ:સીમર ખાતે સારવાર બાદ કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરાઈ

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા હેઠળ આવતા ચોરવાડ બીટના કુકસવાડા ગામમાં વન્યજીવ રેસ્ક્યૂનો એક મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. ખેડૂત રામરવિભાઈ માલદેભાઈની વાડીમાં આવેલા એક ખુલ્લા કૂવામાં અંદાજે એકથી બે વર્ષની વય ધરાવતી માદા સિંહણ અચાનક ખાબકી હતી. આ અકસ્માત અંગેની જાણ થતાં જ વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ હતી અને માળિયા રેંજ સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કૂવામાં પાંજરું તથા દોરડાં ઉતારી સિંહણને સલામત રીતે બહાર કાઢી હતી. ચોમાસાની મુશ્કેલીઓ વચ્ચે વન વિભાગનું સફળ ઓપરેશન જૂનાગઢના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝન હોવાના કારણે કૂવા સુધી રેસ્ક્યૂ માટેના સાધનો પહોંચાડવામાં પ્રાથમિક તબક્કે ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં, વન વિભાગના નિષ્ણાત સ્ટાફે પોતાની સૂઝબૂઝથી સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે સિંહણનું રેસ્ક્યૂ પૂર્ણ કર્યું હતું. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ તેને તાત્કાલિક વધુ સારવાર અને નિરીક્ષણ અર્થે સાસણ સ્થિત સીમર રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. ગીર કોસ્ટલ પટ્ટાની સિંહણ સ્વસ્થ થતાં ગ્રુપ સાથે મુક્ત કરાઈ વન અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આ સિંહ જૂથની મૂવમેન્ટ મુખ્યત્વે વેરાવળ, ચોરવાડ અને માંગરોળ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતી હોય છે. સીમર રેસ્ક્યૂ સેન્ટર ખાતે પશુચિકિત્સકોની ગહન દેખરેખ હેઠળ સારવાર મેળવ્યા બાદ સિંહણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી. તંદુરસ્તીની પૂરેપૂરી ખાતરી થયા બાદ તેના ગ્રુપની સચોટ માહિતી મેળવીને સિંહણને ફરીથી તેના કુદરતી નિવાસસ્થાનમાં તેના જૂથ સાથે સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી છે. કૂવા ફરતે પેરાપેટ વોલ બનાવવા ખેડૂતોને અનુરોધ આ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં ડીસીએફ પ્રશાંત તોમરે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને ખાસ અપીલ કરી છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે વન્યજીવો દેખાય ત્યારે તેમની નજીક જવાની કે હેરાન કરવાની કોશિશ ન કરવી અને તુરંત વન વિભાગનો સંપર્ક કરવો. આ સાથે જ જે ખેડૂતોના કૂવામાં સુરક્ષા દીવાલ નથી, તેઓ વન વિભાગની 'પેરાપેટ વોલ' યોજનાનો મહત્તમ લાભ લઈ કૂવા ફરતે મજબૂત દીવાલ બનાવે, જેથી ભવિષ્યમાં વન્યજીવોના કૂવામાં પડવાના અકસ્માતો અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    એનાલોગ પનીર-ચીઝના ગેરકાયદેસર વેચાણ પર ફૂડ વિભાગ ત્રાટક્યું:584 કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાયો; કસૂરવાર પેઢીઓના નામો છુપાવતાં મોટો વિવાદ
    Next Article
    2 IIT Bombay Hostel Canteens Shut By Food Regulator Over Licence Issues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment