Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના નગરા ગામે ઉમૈયા નદીમાં ચારના મોત:સોલર પ્લાન્ટમાં કામ કરતાં રાજસ્થાની યુવકો નહાવા પડતા તમામના ડૂબી જવાથી મોત થયા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં ડૂબી જવાથી ચાર યુવકોના કરુણ મોત થયા છે. આ યુવકો મૂળ રાજસ્થાનના વતની હતા અને સ્થાનિક સોલર પ્લાન્ટમાં કામ કરતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, એક યુવક નદીમાં નહાવા પડ્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય ત્રણ યુવકો પણ નદીમાં ઉતર્યા હતા, પરંતુ કમનસીબે ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક ગ્રામજનો નદી કિનારે દોડી આવ્યા હતા. ગ્રામજનોની મદદથી ચારેય યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોરાવરનગર પોલીસને આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે નદી કિનારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Luis Diaz Inspires Bayern Munich To Pre-Season Friendly Win Over Aston Villa
    Next Article
    એનાલોગ પનીર-ચીઝના ગેરકાયદેસર વેચાણ પર ફૂડ વિભાગ ત્રાટક્યું:584 કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાયો; કસૂરવાર પેઢીઓના નામો છુપાવતાં મોટો વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment