Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ભાજપનું 'પ્રશિક્ષણ મહાઅભિયાન' શરૂ:કાર્યકર્તા ઘડતર અને સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા પર ભાર

    7 hours ago

    ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગર સ્તરે પ્રશિક્ષણ વર્ગોનો શુભારંભ થયો છે જેમાં રાજ્યના 42 જિલ્લા અને મહાનગરોમાં તા.7 ઓગસ્ટથી આ પ્રશિક્ષણ અભિયાન શરૂ થઈ ગયું છે, જે આગામી 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓનું ઘડતર કરવાનો અને પાર્ટીની વિચારધારા તથા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવાનો છે. જિલ્લા કક્ષાના આ પ્રશિક્ષણ વર્ગમાં પક્ષના મુખ્ય હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અપેક્ષિત હોય છે, જેમાં મુખ્યત્વે ધારાસભ્યો અને સંસદસભ્યો, જિલ્લા ભાજપના પ્રમુખ અને મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓ, નગરપાલિકાના પ્રમુખ, મંડળના પ્રમુખ સહિતના આગેવાનો પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા હતા, ઉલ્લેખનીય છે કે, અગાઉ બૂથ સમિતિના પ્રમુખો અને શક્તિકેન્દ્ર ઇંચાર્જ તેમજ મંડળ કક્ષાના પ્રશિક્ષણ અભિયાનો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે, આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ અને વિસ્તૃત રીતે કરવામાં આવ્યું છે, જિલ્લા કક્ષાના આ પ્રશિક્ષણ વર્ગો કુલ 36 કલાક અને બે રાત્રી રોકાણ સાથે યોજવામાં આવી રહ્યા છે, આ સમગ્ર પ્રશિક્ષણ અભિયાનમાં કુલ 11 અલગ-અલગ સત્રો યોજાય છે, જેમાં કાર્યકર્તાઓ ભાગ લે છે, આ અભ્યાસ વર્ગ પાછળ પક્ષનો સ્પષ્ટ અભિગમ કાર્યકર્તાઓને સક્ષમ બનાવવાનો છે, કાર્યકર્તાઓ પક્ષના ઇતિહાસ, સ્થાપના અને મૂળ વિચારધારાથી સંપૂર્ણપણે અવગત થાય., કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો., ભવિષ્યના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક કાર્યકર્તાની સક્ષમતા વધારી તેનું યોગ્ય ઘડતર કરવું., આ પ્રશિક્ષણ મહાઅભિયાનના માધ્યમથી સંગઠનને વધુ મજબૂત બનાવીને પક્ષની નીતિઓ અને જનઉપયોગી કાર્યોને જનતાના દરવાજે પહોંચાડવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોઠારીયામાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત:3 લાખ લીટરનો ટાંકો છતાં 45 સોસાયટીના રહીશો ગંદુ પાણી પીવા મજબૂર, કોંગ્રેસ આગેવાને કહ્યું-મોટી વાતો થાય છે કામ થતા નથી
    Next Article
    UPI पर छिड़ी बहस, क्या फ़्री नहीं रहेगा डिजिटल पेमेंट?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment