Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાઓમાં કિચન ગાર્ડન માટે બિયારણ કીટનું વિતરણ કરાશે:વિવિધ શાકભાજીના બિયારણ અને મધ્યાહન ભોજનમાં ઉપયોગ

    13 hours ago

    સુરેન્દ્રનગર: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સેવા આયામ વિભાગની પ્રેરણા અને આર્થિક સહયોગથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડન બિયારણ કીટનું વિતરણ કરવાનો નવતર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને ખેતીનું પ્રત્યક્ષ અને વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવાનો છે. આ અભિયાન અંતર્ગત શાળાઓમાં કિચન ગાર્ડન વિકસાવવામાં આવશે. આનાથી બાળકોને તાજા અને ઓર્ગેનિક શાકભાજી ઉપલબ્ધ થશે, સાથે જ વિદ્યાર્થીઓને ખેતી, વાવેતર અને છોડની માવજત અંગેનું જ્ઞાન પણ મળશે. બિયારણ કીટમાં તુરીયા, કારેલા, દુધી, કાકડી, ચોળી, વાલોળ, ગુવાર, ભીંડા, ટામેટા અને તુવેર સહિત વિવિધ શાકભાજીના બિયારણનો સમાવેશ થાય છે. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહયોગથી આ કિચન ગાર્ડન તૈયાર કરાશે. અહીંથી મળતી તાજી શાકભાજીનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં કરવાથી બાળકોને વધુ પૌષ્ટિક આહાર મળી શકશે. મહાસંઘના કાર્યકરો માત્ર બિયારણ કીટના વિતરણ પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તાલુકાની દરેક શાળાની રૂબરૂ મુલાકાત પણ લેશે. આ મુલાકાતો દરમિયાન શાળાની જરૂરિયાતો જાણીને શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક વિચારો સાથે જોડાવાનો પ્રયાસ કરાશે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં ખેતી પ્રત્યે રસ, પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને સ્વાવલંબનની ભાવના વિકસાવવાની અપેક્ષા છે. આ ઉપરાંત, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–સુરેન્દ્રનગર દ્વારા "શિક્ષા સારથી સન્માન કાર્યક્રમ-2026"નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષણ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓનું સન્માન કરાશે. સન્માનિત થનારાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, નવનિયુક્ત ટી.પી.ઈ.ઓ., કેળવણી નિરીક્ષકો અને બી.આર.સી.નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લાની PM શ્રી શાળાઓ અને કિચન ગાર્ડન ધરાવતી શાળાઓને બિયારણ કીટનું વિતરણ પણ કરવામાં આવશે. આ સન્માન સમારોહ તા. 9 ઓગસ્ટ, 2026, રવિવારના રોજ બપોરે 3 કલાકે સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક પાસે આવેલા રોટરી હોલ ખાતે યોજાશે. મુખ્ય વક્તા તરીકે શ્રી રમેશ તન્ના ઉપસ્થિત રહેશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–સુરેન્દ્રનગર અને રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા આ કાર્યક્રમમાં આચાર્યશ્રીઓ તથા શાળા સ્ટાફને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રૂ. 54 લાખનો ખર્ચ પાણીમાં !:રાજકોટનાં રેલનગર બ્રીજમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યાથી મેયર સાવ અજાણ ! માસૂમિયત સાથે કહ્યું- આપના માધ્યમથી વાત ધ્યાનમાં આવી
    Next Article
    ગઢડાને 'અ' કક્ષાના યાત્રાધામ બોર્ડમાં સમાવવાની માંગ:ગોપીનાથજી મંદિરના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment