Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં ખંડેરાવ મંદિર પાછળથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    સોનગઢ રેલવે સ્ટેશન રોડ પર આવેલા ઐતિહાસિક ખંડેરાવ મંદિર પાછળની ખીણમાં પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે લગભગ 10:00 વાગ્યાના અરસામાં સોનગઢ પોલીસ સ્ટેશનને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે, ખંડેરાવ મંદિર પાછળની ખીણમાં પાણી ભરેલા ભાગમાં એક માનવ મૃતદેહ તરતી કે ડૂબેલી હાલતમાં પડ્યો છે. માહિતી મળતાની સાથે જ સોનગઢ પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈ અને પોલીસ કર્મી યોગેશભાઈ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગના તરવૈયાઓ અને જવાનો દ્વારા ભારે જહેમત બાદ પાણીમાં ડૂબેલી હાલતમાં રહેલા અજાણ્યા પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકાની શબવાહિની મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં મૃતક પુરુષની ઉંમર, નામ કે સરનામા અંગે કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને અજાણ્યા ઇસમનો ગણી તેની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આજુબાજુના વિસ્તારો, ગ્રામ પંચાયતો અને સ્થાનિક રહીશો વચ્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના લોકો અને રાહદારીઓને બોલાવીને પણ ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. સોનગઢ પોલીસે આ મામલે અકસ્માત મોત છે કે અન્ય કોઈ શંકાસ્પદ બાબત છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જો કોઈને આ મૃતક વિશે માહિતી હોય તો તાત્કાલિક સોનગઢ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મેઘપુરમાં પશુઓનો શિકાર કરતો દીપડો પાંજરે પુરાયો:વન વિભાગે પાંજરું ગોઠવતા ગ્રામજનોએ રાહત અનુભવી
    Next Article
    અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડ્યું, રોડ પર લોહીથી લથબથ લાશ:નંદાસણમાં પિકઅપથી કારને ટક્કર મારી, રિક્ષામાંથી શખસો ઉતર્યા ને ફરી વળ્યા; ચોરી બાબતની બબાલમાં હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment