Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ વોકમાં નીકળેલા સિનિયર સિટિઝન સાથે લૂંટ:આજવા રોડના કમલાનગર તળાવ પાસે ગળામાંથી સોનાની ચેઇન આંચકી બે ગઠિયા ફરાર

    13 hours ago

    વડોદરાના આજવા રોડ વિસ્તારમાં સવારના સમયે વૉકિંગ માટે નીકળતા સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગઠિયા ગેંગ સક્રિય થઈ છે. કમલાનગર તળાવ પાસે સવારે વૉકિંગ કરી રહેલા 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને ટાર્ગેટ બનાવી એક્ટિવા સવાર બે અજાણ્યા શખસો તેમના ગળામાંથી 11 ગ્રામની સોનાની ચેઇન ઝૂંટવીને રફુચક્કર થઈ ગયા છે. વૉકિંગ કરતી વખતે પાછળથી ત્રાટક્યા ગઠિયા આજવા રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી ટાઉનશીપમાં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા પ્રેમચંદ હરીશંકર યાદવ દરરોજ સવારે કમલાનગર તળાવ ખાતે વૉકિંગમાં જાય છે. ઘટનાના દિવસે સવારે આશરે સાડા છ વાગ્યે તેઓ તળાવ ફરતે વૉકિંગ કરી રહ્યા હતા, ત્યારે એક્ટિવા પર બે અજાણ્યા ઈસમો આવ્યા હતા. એક્ટિવા ચાલકે વાહન થોડે દૂર ઊભું રાખ્યું હતું, જ્યારે પાછળ બેસેલો શખસ ચાલવાના બહાને પ્રેમચંદભાઈની પાછળ આવ્યો હતો અને અચાનક ગળામાંથી ₹65,000ની કિંમતની 11 ગ્રામની સોનાની ચેઇન આંચકી લીધી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચેઇન ઝૂંટવ્યા બાદ આરોપી ઝડપથી એક્ટિવા પર બેસીને દત્તનગર તરફના રોડ પર ભાગી છૂટ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી વૃદ્ધ ગભરાઈ ગયા હતા. તેમણે જણાવ્યા મુજબ, બંને આરોપીઓએ સફેદ કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું. આ અંગે પ્રેમચંદભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ મેળવી ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    40 વર્ષ પછી બોફોર્સ કેસ બંધ:સુપ્રીમ કોર્ટે છેલ્લી અરજી ફગાવી દીધી, કૌભાંડના આરોપથી રાજીવ ગાંધી 1989ની ચૂંટણી હાર્યા હતા
    Next Article
    પોલીસના ધાડેધાડા ઉતર્યા, સિંધુભવન રોડ પર કારમાંથી બીયર મળી:CPની હાજરીમાં નાઇટ ડોમિનેશન ડ્રાઇવ-ચેકિંગ; કોઈપણ તકલીફ માટે 112 ડાઈલ કરવા લોકોને અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment