Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોઢા પર ખીલ છતાં 'રામાયણ'ના 'સીતામાતા' સાઇને એક્ટ્રેસ બનવું હતું:બેગમાંથી લવ લેટર નીકળતા પિતાએ ઢોર માર માર્યો, ગોરી દેખાવા ને સારા છોકરા માટે જ્યોર્જિયા ગઈ

    9 hours ago

    ધોરણ 11માં અભ્યાસ કરતી ટીનેજ ગર્લ ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લે છે. તેના દમદાર પર્ફોર્મન્સની ક્લિપ ફેસબુક પર જોઈને ડિરેક્ટર પોતાના મ્યૂઝિક વીડિયોમાં તે યુવતીને લેવા માગે છે. આ જ કારણે તે ફેસબુક પર મેસેજ કરે છે. ટીનેજ ગર્લને લાગે છે કે તેની સાથે કોઈ મજાક કરી રહ્યું છે અને તે જવાબ આપતી નથી. છ વર્ષ બાદ ફરી એ જ ડિરેક્ટર મેસેજ ને કોલ કરે છે. હવે તે યુવતીને લાગે છે કે કોઈ તેને સ્ટૉક (પીછો) કરી રહ્યું છે અને તેને હેરાન કરવા માગે છે. તે પોતાની મમ્મીને ફોન રિસીવ કરવાની ચોખ્ખી ના પાડી દે છે. તે ડિરેક્ટર વારંવાર ફોન કરે છે. હવે યુવતી પોલીસ ફરિયાદ કરવાનું વિચારે છે. આ દરમિયાન એકવાર યુવતીની માતાએ ફોન રિસીવ કર્યો ને ડિરેક્ટરે પોતાનો પરિચય આપીને વિકીપીડિયા ચેક કરવાનું કહીને યુવતીને ફિલ્મમાં લેવા માગે છે તેવી ઈચ્છા પ્રગટ કરી. અંતે, ફિલ્મ બને છે અને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કલ્ટ ફિલ્મમાં સામેલ થાય છે. આ યુવતી એટલે સાઇ પલ્લવી ને ડિરેક્ટર એટલે અલ્ફોન્સ પુથરન. ને ફિલ્મ 'પ્રેમમ.' નિતેશ તિવારીની બિગ બજેટ ને મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ' દિવાળી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સીતામાતાનો રોલ સાઇ પલ્લવીએ પ્લે કર્યો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું છે, ત્યારથી ફિલ્મ ને સાઇ પલ્લવીના આઉટફિટથી લઈને વાળ અંગે અલગ અલગ વાતો થઈ રહી છે. સાઇ પલ્લવીએ હજી સુધી ટ્રોલિંગ અંગે કોઈ જ વાત કરી નથી. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું સાઇ પલ્લવીના પરિવારની...સાઇ પલ્લવી કેમ જ્યોર્જિયા ભણવા ગઈ? સાઇ પલ્લવીએ બે કરોડની જાહેરાત કેમ ઠુકરાવી દીધી? સાઇ પલ્લવીનું બે સંતાનોના બાપ એવા પરિણીત એક્ટર સાથે અફેર ચાલી રહ્યું છે? પિતા સરકારી ઑફિસર સિંથારમરાય કાન્નન સેન્ટ્રલ એક્સાઇઝ ઑફિસર તરીકે તમિળનાડુમાં કામ કરતા. તેમને શરૂઆતથી ફૂટબોલ પ્રત્યે લગાવ અને તેઓ સારા ફૂટબોલ પ્લેયર હતા. પરિવારમાં પણ તેમણે સ્પોર્ટ્સને વધારે મહત્ત્વ આપ્યું હતું. આમ તો પરિવાર મૂળ તમિળનાડુના નીલગીરીના કોટાગીરી જિલ્લાના બડગા આદિવાસી કમ્યૂનિટીનો છે. તેમણે રાધા સાથે લગ્ન કર્યા. રાધા ટ્રેઇન્ડ ડાન્સર પણ બે દીકરીઓ સાઇ પલ્લવી ને પૂજાના જન્મ બાદ પરિવારમાં જ ધ્યાન આપ્યું. માતા ડાન્સર હોવાને કારણે બંને દીકરીઓને પણ ડાન્સ ઘણો જ પસંદ છે. વાત હવે, પરિવારની નાની દીકરી પૂજાની... એપ્રિલ, 1997માં કોટાગીરીમાં જન્મેલી પૂજાએ કોઇમ્બતૂરની SSVM ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્કૂલિંગ કરીને G.R.D કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. ત્યારબાદ મદ્રાસ સ્કૂલ ઑફ સોશિયલ વર્કમાંથી માસ્ટર ઑફ સોશિયલ વર્ક કર્યું. તેણે ફેમિલી એન્ડ રિલેશનશિપ કાઉન્સલર તરીકે શરૂઆતમાં કામ કર્યું. મોટી બહેનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી જોઈને પૂજાને પણ એક્ટિંગ કરવાની ઈચ્છા થઈ. તેણે કેમેરાની સામે કામ કરતા પહેલા 2017માં શોર્ટ ફિલ્મ 'કારા' કરી. ત્યારબાદ ફિલ્મમેકર એ. એલ. વિજય સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. પૂજાને પણ માતા ને બહેનની જેમ ડાન્સિંગનો ઘણો જ શોખ છે. પૂજાએ 2021માં તમિળ ફિલ્મ 'ચિથિરાઇ સેવ્વન્નામ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. 2024માં પૂજાએ લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિનીત સિવાકુમાર સાથે ઉટીમાં બગડા કમ્યુનિટીની વિધિ પ્રમાણે લગ્ન કર્યા. વાત હવે પરિવારની મોટી દીકરીની કરીએ તો, 9 મે, 1992માં તમિળનાડુના કોઇમ્બતૂરમાં જન્મેલી સાઇ પલ્લવીને પિતાની જેમ જ સ્પોર્ટ્સમાં ઘણો રસ હતો. તે નાનુણથી જ બેન્ડમિન્ટન પ્લેયર હતી. તેણે કોઈમ્બતૂરની અલિવા કોન્વેન્ટ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ તેણે જ્યોર્જિયાની ટીબિલીસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કર્યો. 2020માં સાઇ પલ્લવીએે તિરુચિરાપલ્લીમાંથી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)ની એક્ઝામ આપી હતી. સાઇ ઑફિશિયલી ડૉક્ટર છે, પરંતુ તેણે મેડિકલ પ્રેક્ટિશનર તરીકે હજી સુધી ભારતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. તે એક્ટિંગ કરિયર પર ફોકસ કરી રહી છે. સાઇ પલ્લવી પોતાની માતૃભાષા બડગા ઉપરાંત તમિળ, અંગ્રેજી, તેલુગુ, હિંદી ને જ્યોર્જિયન એમ છ ભાષાની જાણકાર છે. 13 વર્ષની ઉંમરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું સાઇ માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ 'કસ્તૂરી માન' (2005)માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી. માતાને ડાન્સમાં રસ હોવાથી સાઇને પણ ડાન્સમાં રસ જાગ્યો. તેણે તમિળ ડાન્સ શો 'ઉંગાલિલ યાર ઉધુતા' ('કૌન બનેગા અગલા પ્રભુ દેવા')માં ભાગ લીધો હતો. શોના એક એપિસોડમાં સામંથાને સાઇનો ડાન્સ ઘણો જ ગમ્યો હતો અને તેણે ખુલ્લા મનથી વખાણ કર્યા હતા. ત્યારબાદથી સાઉથ ઇન્ડિયન સિનેમામાં સાઇ થોડી જાણીતી બની હતી. એ વાત અલગ છે કે સાઇ ફાઇનલિસ્ટમાં નહોતી અને તે પ્રભુદેવાને મળી શકી નહીં. આ શોમાં સાઇનું પર્ફોર્મન્સ ઘણું જ વાઇરલ થયું હતું. 2008માં 'ધામ ધૂમ'માં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. આ ફિલ્મથી કંગના રનૌતે તમિળ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. સારો છોકરો મળે તે માટે જ્યોર્જિયા ગઈ સાઇ ધોરણ 10 સુધી તો ડૉક્ટર બનવા માગતી હતી, પરંતુ પછી ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધા બાદ આ જ ફિલ્ડમાં આગળ વધવા માગતી હતી. આ જ કારણે તેણે કોઇમ્બતૂરની PSG ટેક્નોલોજી કોલેજમાં ફેશન ટેક્નોલોજીમાં એડમિશન લીધું. પેરેન્ટ્સને એ વાતની ચિંતા હતી કે ક્યાંક દીકરી એક્ટિંગમાં આગળ ના વધે. આ જ સમયે જ્યોર્જિયામાં સાઇ પલ્લવીની કઝિન ભણતી હતી. સાઇની માતા રાધાએ દીકરી સમક્ષ એવી વાત કરી કે જો તે જ્યોર્જિયા નહીં જાય તો તે કઝિનની જેમ ગોરી નહીં થાય, સારું અંગ્રેજી બોલી નહીં શકે અને લગ્ન માટે સારો છોકરો પણ મળશે નહીં આ વાત સાંભળીને સાઇ જ્યોર્જિયા જવા તૈયાર થઈ. સાઇ માત્ર ઉનાળાના વેકેશનમાં ભારત આવતી અને બાકીનો સમય જ્યોર્જિયામાં રહેતી. 2015માં ડિરેક્ટરે સાઇને લીધી સાઉથ ડિરેક્ટર અલ્ફોન્સ પુથરન 'પ્રેમમ'માં પહેલા અસિનને લેવા માગતા હતા, પરંતુ પછી સાઇને લીધી. 2014માં પાંચ લોકો સાઇ પલ્લવીના ઑડિશન માટે હોમટાઉન ગયા. સાઇ ઑડિશનમાં સફળ જતાં 'પ્રેમમ'માં લેક્ચરર માલરનો રોલ મળ્યો. આ ફિલ્મ આગળ જતાં મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કલ્ટ મૂવી ગણાઈ. ફિલ્મ પહેલા ડિરેક્ટર સમક્ષ બે શરતો મૂકી સાઇ પલ્લવીએ જ્યારે 'પ્રેમમ'નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તે જ્યોર્જિયામાં MBBSનો અભ્યાસ કરતી હતી. ફિલ્મ સાઇન કરતા પહેલા તેની બે શરતો હતો, પહેલી કે તે ઉનાળામાં જ આ ફિલ્મનું શૂટિંગ કરશે અને બીજી એ કે તે કમ્ફર્ટેબલ હશે તેવા જ કપડાં પહેરેશે. સાઇએ પોતાની પહેલી ફિલ્મમાં નો મેકઅપ લુકથી ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ સમયે સાઇને ચહેરા પર ખીલ હતા, પરંતુ તેણે મેકઅપ કર્યો નહીં. ચાહકોએ તેને આ લુકમાં પણ ઘણી જ પસંદ કરી. ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે સાઇ ખાસ જ્યોર્જિયાથી ભારત આવી અને થિયેટરમાં ગઈ. જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે આખું થિયેટર તાળીઓથી ગૂંજી ઊઠ્યું. આ ફિલ્મ માટે સાઇને છ-છ અવૉર્ડ મળ્યા. આ ફિલ્મ હિટ જતાં સાઇને 'કાલી' ફિલ્મ મળી. ત્યારબાદ પલ્લવીએ તમિળ, તેલુગુ ફિલ્મમાં કામ કર્યું. બેગમાંથી લવ લેટર નીકળ્યો તો પિતાએ માર્યું સાઇ પલ્લવીએ 'માય વિલેજ શો'માં કહ્યું હતું કે જ્યારે તે સાતમા ધોરણમાં હતી ત્યારે એક વિદ્યાર્થીએ તેની સ્કૂલબેગમાં લવ લેટર મૂક્યો હતો. સાંજે જ્યારે તેના પિતાએ બુક્સ કાઢી તો તેમાંથી લવ લેટર નીકળ્યો હતો. આ લેટર જોઈને તેના પિતાએ તેને ઢોર માર માર્યો હતો. તેનો પરિવાર ઘણો જ જુનવાણી વિચારધારા ધરાવતો હતો. પ્રભ દેવાને મળવાનું સપનું પૂરું થયું સાઇ પલ્લવી ડાન્સ રિયાલિટી શો 'કૌન બનેગા અગલા પ્રભુ દેવા'માં જોવા મળી હતી. જોકે, તે ફિનાલે પહેલા જ એલિમિનેટ થઈ ગઈ હતી. 2018માં સાઇ પલ્લવીએ 'મારી 2' ફિલ્મ મળી અને તેમાં ગીત 'રાઉડી બેબી...'ની કોરિયોગ્રાફી પ્રભુ દેવા તથા જાની માસ્ટરે કરી હતી. આ ગીતનું શૂટિંગ એ જ સ્ટૂડિયોમાં થયું, જ્યાં ડાન્સ રિયાલિટી શો શૂટ થયો હતો. આ ગીત 12 જાન્યુઆરી, 2019એ યુ ટ્યૂબ પર શૅર કરવામાં આવ્યું અને આ પહેલું સાઉથ ઇન્ડિયન ગીત હતું, જેના 1.5 બિલિયન વ્યૂઝ આવ્યા. કિસિંગ સીનને કારણે ફિલ્મ રિજેક્ટ કરી 2018માં સાઇ પલ્લવીને વિજય દેવરાકોંડાની સાથે ડિરેક્ટર ભરત કમ્માએ સાઇન કરી હતી. ફિલ્મ 'ડિયર કોમરેડ'નું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું હતું. જોકે, સાઇને જ્યારે ખબર પડી કે ફિલ્મમાં વિજય સાથે કિસિંગ સીન છે તો તેણે ના પાડી દીધી અને ત્યારબાદ રશ્મિકા મંદાનાને લેવામાં આવી હતી. સાઇ પલ્લવી વિવાદમાં પણ આગળ કાશ્મીરી પંડિતો પરના નિવેદનથી વિવાદ થયો ફિલ્મ 'વિરાટ પર્વન'ના પ્રમોશન દરમિયાન સાઇ પલ્લવીએ કાશ્મીરી પંડિતોના નરસંહારની તુલના ગાય તસ્કરીના આરોપીઓના લિંચિંગ સાથે કરી હતી અને હિંસાને ખોટી ગણાવી હતી. સાઇએ કહ્યું હતું કે 'કાશ્મીર ફાઇલ્સ'માં 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલો નરસંહાર બતાવવામાં આવ્યો છે. જો તમે આ નરસંહારને ધર્મયુદ્ધ તરીકે જુએ તો તમે ગાયોથી ભરેલી ટ્રક લઈને જતા મુસ્લિમ ડ્રાઇવરને માર મારવામાં આવે અને તેને જયશ્રી રામના નારા લગાવવા મજબૂર કરવામાં આવે તો આ બંને ઘટનામાં ખાસ ફેર નથી. વિવાદ વધતા સાઇએ માફી માગતા કહ્યું હતું કે તે માત્ર હિંસાની ટીકા કરી રહી હતી. તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. ભારતીય સેનાનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ 2022માં સાઇનો એક જૂનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સાઇએ એવું કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ભારતીય સેનાને આતંકવાદી માને છે. તે જ રીતે આપણે પાકિસ્તાનીઓ અંગે માનીએ છીએ. આ વીડિયો વાઇરલ થતાં સાઇ પલ્લવીનો બોયકૉટ કરવાની ડિમાન્ડ થઈ હતી. બિકીની ફોટો વાઇરલ સાઇ પલ્લવીની બે વર્ષ પહેલા જ બિકીની પહેરેલી મોર્ફ તસવીરો વાઇરલ થઈ હતી. સાઇએ પછી ઓરિજિનલ તસવીરો પોસ્ટ કરીને આ ફૅક હોવાનું કહ્યું હતું. 34થી વધુ અવૉર્ડ મળ્યો સાઇ પલ્લવીએ 11 વર્ષની કરિયરમાં અત્યાર સુધી 54 નોમિનેશનમાં 34 અવૉર્ડ મળ્યો છે. 'એક દિન'થી બોલિવૂડ ડેબ્યૂ સાઇ પલ્લવીએ આમિર ખાનના દીકરા જુનૈદ સાથે ફિલ્મ એક દિનથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. આમિર ખાન પ્રોડક્શનની આ ફિલ્મ બોક્સઑફિસ પર ખાસ ચાલી નહોતી. બે કરોડની ઑફર ઠુકરાવી 2018માં સાઇને ફેરનેસ ક્રીમની ઑફર થઈ હતી અને બે કરોડ રૂપિયા મળવાના હતા. જોકે, સાઇએ આ એડ કરવાની ચોખ્ખી ના પાડી. તેણે નાની બહેન પૂજા માટે 2 કરોડને ઠોકર મારી. પૂજાનો સ્કીન ટૉન સાઇ કરતાં થોડો ડાર્ક છે. આ જ કારણે પરિવારના લોકો હંમેશાં પૂજાને ડાર્ક કલર હોવાને કારણે કંઈ ને કંઈ સંભળાવતા ને તેની સાથે ભેદભાવભર્યું વર્તન પણ કરતા. જ્યારે પણ પૂજા કોઈ શાક કે ફળ ના ખાય તો તેને એમ કહેતા કે જો તે આ ખાશે તો મોટી બહેનની જેમ ગોરી થઈ જશે. લોકો પૂજાને મોં પર એવું પૂછતા કે તું આટલી કાળી કેમ છે? તે બહાર જઈને રમે છે? લોકોની આ બધી વાતો સાંભળીને પૂજાએ આઉટડોર સ્પોર્ટસ રમવાનું બંધ કર્યું. સાઇ પલ્લવીને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ગોરા ના હોવાને કારણે પૂજાએ આ બધું સહન કરવું પડ્યું. આથી જ તેણે ફેરનેસ ક્રીમની જાહેરાત ના કરી. મણિરત્નમે સાઇને રિપ્લેસ કરી 2017માં સાઇએ 'ફિદા' ફિલ્મથી તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. સાઇ પલ્લવી હવે તમિળ ડેબ્યૂ કરવા માગતી હતી. તેણે એ. એલ. વિજયની ફિલ્મ 'દિયા'થી તમિળ ડેબ્યૂ કર્યું પણ આ પહેલા સાઇ પલ્લવીને ઘણી તમિળ ફિલ્મ ઑફર થઈ, પરંતુ કેટલાંકમાં તેણે ના પાડી તો કેટલાકમાં તેને રિપ્લેસ કરી દેવામાં આવી. મણિરત્નમની ફિલ્મ 'કાટરુ વેલ્લિદાઇ'માં સાઇને સાઇન કરવામાં આવી હતી, પરંતુ પછી અદિતી રાવ હૈદરીને લેવામાં આવી. સાઉથની લેડી પવન કલ્યાણ 2022માં સાઇ પલ્લવીની ફિલ્મ 'શ્યામ સિંઘા રેડ્ડી' રિલીઝ થઈ. હૈદરાબાદમાં એક ઇવેન્ટ હતી. ફિલ્મ 'પુષ્પા'ના ડિરે્કટર સુકુમાર તથા રશ્મિકા મંદાના પણ તે ઇવેન્ટમાં હાજર હતાં. સુકુમારે સાઇ પલ્લવીનું નામ લીધું ને આખું ઑડિટોરિયમ ગૂંજી ઊઠ્યું. ચાહકો બૂમો પાડવા લાગ્યા. ખાસ્સીવાર સુધી ચિયર કરતા રહ્યાં. આ સમયે સુકુમારે કહ્યું, 'આઇ થિંક યુ આર લેડી પવન કલ્યાણ.' (મને લાગે છે કે તું લેડ પવન કલ્યાણ છે. અફેર્સમાં પણ પાછળ નથી સાઇ પલ્લવી જ્યોર્જિયામાં લિવ ઇનમાં રહેતી સો.મીડિયામાં 34 વર્ષીય સાઇ પલ્લવીના અફેર્સ અંગે અવારનવાર ચર્ચા થતી રહેતી હોય છે. આવી જ એક ચર્ચા પ્રમાણે, સાઇ પલ્લવીના મમ્મી ઘણાં જ સ્ટ્રિક્ટ હતાં, જ્યારે સાઇ સ્કૂલમાં તોફાની હતી. મમ્મી સાઇ પલ્લવીને ક્યારેય કોઈ છોકરા સાથે વાત કરવા દેતા નહીં. તે સતત સાઇ પર નજર રાખતા. સાઇ પલ્લવી જ્યારે મેડિકલના અભ્યાસ માટે જ્યોર્જિયા ગઈ ત્યાં તે ઇન્ડિયન પરિવાર સાથે રહેતી હતી. આ દરમિયાન તે એક ભારતીય યુવકના સંપર્કમાં આવી અને બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા. જોકે, સાઇ પલ્લવી ભારત આવીને તેણે ફિલ્મમાં કરિયર બનાવી. તે યુવક સાથેના સંબંધો ત્યાં જ તૂટી ગયા. અલબત્ત, સાઇએ ક્યારેય આ અંગે કોઈ વાત કરી નથી. બે બાળકોના પિતાના પ્રેમમાં છે સાઇ... થોડા સમય પહેલા જ 'સિનેજોશ'માં અહેવાલ હતો કે સાઇ પોતાનાથી ઉંમરમાં ખાસ્સા મોટા એક્ટરને ડેટ કરે છે. આ એક્ટર પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. અહેવાલમાં એક્ટરનું નામ રીવિલ કરવામાં આવ્યું નહોતું. આ પહેલાં પણ સાઇ પલ્લવી કોઈ મોટી ઉંમરના માણસના પ્રેમમાં હોવાની વાત થઈ હતી. સાઇ પલ્લવીના આ રીતના અફેર્સની વાતોને ચાહકો ક્યારેય સ્વીકારતા નથી. આટલું જ નહીં, સાઇ પલ્લવીએ ક્યારેય અફેર અંગે વાત કરી નથી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર સિવિલની બ્લડ બેંકના સહયોગથી 51 બોટલ રક્ત એકત્ર:મડાણા એસઆરપી જૂથ-3માં જૂથ સ્થાપના દિવસે અધિકારીઓ-જવાનોએ રક્તદાન કર્યું
    Next Article
    When Rajinikanth's Wife Felt An Instant Connection With Him Before Marriage

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment