Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લથડિયા ખાતા કાર ચાલકને પોલીસે માંડ બેસાડ્યો:નશામાં ધૂત કાર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો; સન ફાર્મા રોડ પર થાંભલા સાથે કાર ટકરાઈ, જાનહાનિ ટળી

    7 hours ago

    વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે ગુરુવારે વધુ એક અકસ્માત શહેરના સનફાર્મા રોડ પર સર્જાયો હતો. જેમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે કાર થાંભલા સાથે અથડાવી હતી. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોના બનાવોમાં સત્તત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના સન ફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જતા લોકો દોડી આવ્યા હતા. નશાની સ્થિતિમાં રહેલ કાર ચાલકને બહાર કાઢી પોલીસ હવાલે કર્યો હતો. નશામાં ધૂત કાર ચાલકને પોલીસ મથકે લઈ જવાયો પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને તાત્કાલિક નશામાં ધૂત કાર ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માતો સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરી આવા તત્વોને ઝડપી લે તો ચોક્કસ કોઈ નિર્દોષનો જીવ બચી શકે તેમ છે. કાર ચાલકે પોતાની ઓળખ મોટી હોવાનું કહી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો આ અકસ્માત જોનાર પ્રત્યક્ષ દર્શી આરિફ શેખે જણાવ્યું હતું કે, હું મારા મિત્રની ગાડી પાછળ બેસીને આવતો હતો, ત્યારે આ કાર સ્પીડમાં આવી સામે થાંભલા સાથે ટકરાઈ હતી. બાદમાં અમે તેને બહાર કાઢ્યો તો તે લથડિયા ખાતો હતો અને કેટલાક લોકો તેને સપોર્ટ કરતા હતા. તેઓએ પોતાની ઓળખ મોટી હોવાનું કહી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈને ઇજાઓ પહોચી હોત તો જવાબદારી કોણ લેશે ? પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    लश्कर के आतंकी लतीफ भट पर 15 लाख का इनाम, टारगेट किलिंग को अंजाम देने का है शक
    Next Article
    Miss North Carolina USA Stripped Of Crown After Racist Posts Resurface

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment