Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા:વર્ષોથી પોલીસને ચકમો આપતા અપહરણ અને પોકસોના ત્રણ રીઢા ગુનેગારો ઝડપાયા

    7 hours ago

    પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડ અને ગોધરા LCBની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વર્ષોથી પોલીસને ચકમો આપીને ફરાર રહેલા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. વિવિધ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા આ આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતા, પરંતુ સુનિયોજિત કાર્યવાહીના પરિણામે તેમને કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે. અપહરણના બે કેસમાં ફરાર આરોપીઓ ઝડપાયા પેરોલ ફર્લો સ્કવોડે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા કેતનકુમાર નટવરભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે. ઉપરાંત શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના અન્ય એક કેસમાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપતા આરોપી નરેશ ભલાભાઈ પટેલીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 વર્ષથી ફરાર પોક્સો કેસનો આરોપી પણ ઝડપાયો બીજી તરફ ગોધરા LCBની ટીમે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર રહેલા આરોપી પ્રવીણ સોમાભાઈ બારીયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Why the British Empire Lost Everything | Fall of Britain
    Next Article
    Why British Empire Collapsed So Badly | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment