Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્કિંગના વિવાદમાં એડવોકેટ વિનોદ ગોહિલ પર જીવલેણ હુમલો:અક્ષર એપાર્ટમેન્ટમાં ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો, સિક્યુરિટી ગાર્ડ પાસે દંડો આંચકી પ્રમુખ હરિ ઓમ તોમરે વકીલનું માથું લોહીલુહાણ કર્યું

    7 hours ago

    સુરતના ઉધના પોલીસ સ્ટેશન નજીક આવેલા અક્ષર એપાર્ટમેન્ટ બહાર માત્ર વાહન પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીમાં એડવોકેટ વિનોદ ગોહિલ પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. એડવોકેટ વિનોદ ગોહિલ અક્ષર એપાર્ટમેન્ટમાં આવેલી એડવોકેટ મોમિંગ શેખની ઓફિસે કેસના કામકાજ અર્થે ગયા હતા, તે સમયે કોમ્પ્લેક્સમાં ગાડી પાર્ક કરવા મુદ્દે સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રમુખ હરિ ઓમ તોમરે સિક્યુરિટી ગાર્ડ પાસેથી દંડો આંચકી માથામાં ઝીંક્યો ઘટના સમયે વકીલ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે જ અક્ષર એપાર્ટમેન્ટના પ્રમુખ હરિ ઓમ તોમર અને તેમનો પુત્ર ત્યાં આવી પહોંચ્યા હતા. ઉશ્કેરાઈ ગયેલા પ્રમુખ હરિ ઓમ તોમરે વોચમેનના હાથમાંથી લાકડાનો દંડો આંચકી સીધો એડવોકેટ વિનોદ ગોહિલના માથા પર ઝીંકી દીધો હતો. હુમલાના કારણે વકીલ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત એડવોકેટ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં લોહીલુહાણ થયેલા એડવોકેટ વિનોદ ગોહિલને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટ્રોમા સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં જ વકીલ આલમમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને અનેક ધારાશાસ્ત્રીઓ તેમના ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉધના પોલીસે આરોપી પ્રમુખ સામે કાર્યવાહી હાથ ધરી ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર અને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હુમલાખોર પ્રમુખ હરિ ઓમ તોમર સામે કાયદેસરનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીની અટકાયત કરવા માટે તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    2 Sunsets, 1 Meteor Shower: Tiny Spanish Village Braces For Rare Sky Spectacle On August 12
    Next Article
    Why the British Empire Lost Everything | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment