Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બિલ્ડરનો હાર્પિક પી આપઘાતનો પ્રયાસ:ગોડાદરાના ફાઇનાન્સરો સામે તપાસના એંધાણ, માથે દેવું વધી જતાં પગલું ભર્યું

    7 घंटे पहले

    સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક જાણીતા બિલ્ડરે પોતાના જ ઘરમાં હાર્પિક પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર અર્થે આઇકોન હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે ડિંડોલી પોલીસને જાણ કરાતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કર્યો હતો. આર્થિક નુકસાન અને વ્યાજખોરોના ત્રાસની આશંકા મળતી માહિતી મુજબ, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા આ બિલ્ડર છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવ હેઠળ હતા. સૂત્રો અને નજીકના લોકોના જણાવ્યા અનુસાર, ગોડાદરા વિસ્તારના કેટલાક વિવાદિત વ્યાજખોર ફાઇનાન્સરો દ્વારા તેમને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, પરિવારના સભ્યોએ પોલીસ સમક્ષ પ્રાથમિક નિવેદનમાં બિઝનેસમાં આર્થિક નુકસાન થતાં માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. વધતા કરજાના લીધે ભરેલું આત્યંતિક પગલું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, માથે દેવું વધી જવાથી અને નાણાકીય ભીંસ વધવાના કારણે બિલ્ડરે આવેશમાં આવીને આ ગંભીર પગલું ભર્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ઘટના બાદ ગોડાદરા અને આસપાસના વિસ્તારમાં વ્યાજે નાણાં આપતા ફાઇનાન્સરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા બિલ્ડર અને પત્નીનું નિવેદન લેવાની તજવીજ ડિંડોલી પોલીસે ઘટના અંગે ગુનો નોંધવાની સાથે તપાસનો દોર લંબાવ્યો છે. ભૂતકાળમાં પણ વિવાદમાં આવી ચૂકેલા ગોડાદરાના વ્યાજખોરોની ભૂમિકા અંગે પણ પોલીસે ગુપ્ત તપાસ શરૂ કરી છે. હાલમાં બિલ્ડરની સ્થિતિ સુધારા પર આવ્યા બાદ તેમનું તેમજ તેમના પત્નીનું વિગતવાર નિવેદન લેવાની તજવીજ ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, મકર રાશિને સપના સાકાર કરવાનો સાનુકૂળ સમય
    Next Article
    बिजनौर के गोपाल हॉस्पिटल पर जबरदस्त हंगामा डॉक्टर मौके से फरार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment