Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૂવામાં આપોઆપ પાણી હિલોળા મારવા લાગ્યું, એક્સપર્ટે જણાવ્યા શોકિંગ કારણ:વાડીના માલિકે કહ્યું- આજુબાજુના બીજા કૂવામાં પાણી શાંત છે, મોરબી પાસે રહસ્યમય ઘટના

    22 hours ago

    મોરબી પાસે કૂવામાં છેલ્લાં 4 દિવસથી દરિયાના મોજાની જેમ આપોઆપ પાણી હિલોળા મારે છે. વીરપરડા ગામમાં નેશનલ હાઈવેની બાજુમાં 18 ફૂટ ઊંડા કૂવામાં હિલોળા લેતા પાણીની આ રહસ્યમય ઘટનાએ કૌતુક જગાવ્યું છે. ઘટના બહાર આવતા મામલતદારે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે આ અંગેના વીડિયો વાઈરલ થતાં લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. આ રહસ્યમય બનાવનું સત્ય જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કૂવાના માલિક, ગામના લોકો સાથે વાતચીત કરી હતી. તેમજ વૈજ્ઞાનિક અને ભૂસ્તરશાસ્ત્રીના મંતવ્યો જાણ્યા હતા. અમારી ટીમ પહોંચી ત્યારે મોરબીથી આશરે 30 કિમી દૂર જામનગર-અમૃતસર નેશનલ હાઇવેના કાંઠે આવેલા કૂવા પાસે લોકોનું ટોળું વળેલું હતું.અમારી સામે જ 30 ફૂટ પહોળા અને 18 ફૂટ ઊંડા કૂવો છલોછલ ભરેલો હતો અને પાણી દરિયાના મોજાની જેમ પાણી આપોઆપ હિલોળા લેતું હતું. ત્યાં હાજર લોકો આશ્ચર્ય સાથે મોબાઈલથી વીડિયો શૂટ કરી રહ્યાં હતા.કેટલાક લોકો આને ચમત્કાર તો અમુક વૈજ્ઞાનિક ઘટના માનતા હતા. આ રહસ્યમય ઘટના અંગે અમે સૌ પહેલા વાડીના માલિક પ્રાણજીવનભાઇ સાદરિયા સાથે વાતચીત કરી. 3 મહિના પહેલા કૂવો બનાવ્યો, આસપાસના કૂવાનું પાણી હલતું નથી: પ્રાણજીવનભાઈ વાડીના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયાએ જણાવ્યું જે તેમની વાડી જામનગર-અમૃતસર નેશનલ હાઇવે પર વીરપરડા ગામમાં આવેલી છે. વાડીમાં આ કૂવો 3 મહિના પહેલા બનાવ્યો હતો. કૂવાનો વ્યાસ 30 ફૂટ છે અને ઊંડાઈ 18 ફૂટ છે. કૂવાનું પાણી આ રીતે હિલોળા મારે છે. આસપાસ પણ કૂવા છે, પણ ત્યાંનાં પાણી શાંત છે. કૂવાનું હિલોળા મારતું પાણી જોવા લોકોના ટોળાં ઉમટ્યાં 4 દિવસમાં બીજી વાર કૂવાનું પાણી હિલોળા મારતું દેખાતા પાણી જોવા માટે વિરપરડા ગામના લોકો ઉમટી પડ્યા હતા. સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે કૂવાનું પાણી અસાધારણ રીતે શા માટે ઊછળી રહ્યું છે. દિવ્ય ભાસ્કરે કૂવો જોવા માટે આવેલા સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશ કોઠીયાએ જણાવ્યું કે તેમને પરમદિવસે (સોમવારે) ઘટનાની જાણ થઈ હતી. કૂવાનું પાણી હિલોળા મારે છે અંગે કોઈ ભુત-પ્રેત અને કોઈ પવનને કારણ માને છે. પણ સાચું કારણ વજ્ઞાનિક છે અને તંત્ર આ અંગે તપાસ કરી રહ્યું છે. ગામના સ્થાનિક સુમરા ઝાહીદે કહ્યું કે બે દિવસ પહેલા આ ઘટના બની હતી અને આજે ફરી બપોરે 3:12 વાગ્યે કૂવાન પાણી હલવા લાગ્યું હતું. મેં વીડિયો ઉતારીને 2-3 લોકોને મોકલ્યો અને કહ્યું કે આ સાચું છે, AIથી બનાવેલો વીડિયો નથી. આ ઘટનામાં કોઈ કુદરતી પ્રક્રિયા કે વૈજ્ઞાનિક કારણ છે. ગામના બીજા સ્થાનિક સુમરા અલ્તાફે કહ્યું કે આજે બપોરે 3 વાગ્યે આ ઘટના બનતા ગામના એક યુવાને વીડિયો બનાવી મોકલ્યો હતો અને અહીં આવીને આ આશ્ચર્યજનક ઘટના જોઈ. આજુબાજુમાં 2-3 કૂવા છે, પણ ત્યાંનું પાણી હલતું નથી. 4 દિવસમાં બીજી વાર કૂવાનું પાણી હિલોળા મારવા લાગ્યું ગત 1લી ઓગસ્ટને શનિવારે મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. વીરપરડા ગામમાં ખેડૂત પ્રાણજીવનભાઈની વાડીના કૂવામાં પણ નવા પાણી આવ્યા હતા અને કૂવો છલોછલ ભરાઈ ગયો હતો. ત્યારબાદ કૂવામાં રહેલું પાણી અસામાન્ય રીતે ઊછળવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ આ પાણી શાંત થયું હતું, પણ આજે 5 ઓગસ્ટને બુધવારે બીજી વાર કૂવાનું પાણી હિલોળા મારતું દેખાતા ફરી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. મોરબી વિસ્તાર ફોલ્ટ લાઇનની નજીક હોવાથી આ ઘટના બની: ધનંજય રાવલ વીરપડા ગામમાં ખેતરના કૂવામાં અચાનક પાણી હિલોળે ચડવાની ઘટનાનું વૈજ્ઞાનિક કારણ હવે સામે આવ્યું છે. સાયન્સ કોમ્યુનિકેટર ધનંજય રાવલે પ્રયોગ દ્વારા સમજાવ્યું કે, મોરબી વિસ્તાર ફોલ્ટ લાઇનની નજીક હોવાથી અહીં અત્યંત ઓછી તીવ્રતાના આફ્ટરશોક આવતા રહે છે. આવા સૂક્ષ્મ આંચકાઓ મોટા જળાશયોમાં તરત જ શમી જાય છે, પરંતુ કૂવા કે નાના ટાંકામાં પાણી લાંબા સમય સુધી હિલોળે ચડતું રહે છે. તેમણે થાળી અને પાણી ભરેલા ગ્લાસના પ્રયોગ દ્વારા સમજાવ્યું કે નાના પાત્રમાં પાણીની લહેરો વધુ સમય સુધી રહે છે. તેમના જણાવ્યા મુજબ, વીરપડાની ઘટનાનું કારણ પણ આવો જ અત્યંત નાનો ભૂકંપીય આંચકો હતો અને લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. કૂવો જમીનની સપાટીથી બહુ ઊંડો ન હોવાથી આંચકાની તીવ્રતા પણ ચોક્કસ રીતે માપી શકાય તેવી નહોતી. મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું ભૂસ્તરશાસ્ત્રીય કારણ વેલ શેશ : જિયોલોજિસ્ટ મહેશ ઠક્કર મોરબીમાં કૂવાની અંદર પાણીના હિલોળા લેવાની ઘટના એ એક અસામાન્ય ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂગર્ભજળ પ્રક્રિયા છે. આ ઘટના પાછળ મુખ્યત્વે 'આર્ટિઝન કંડિશન' જવાબદાર છે, જે કૂવાની આસપાસના ઊંચા કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડવાથી સર્જાય છે. જ્યારે બે ઠોસ સ્તરો વચ્ચે રહેલા 'કન્ફાઇન્ડ એક્વિફર'માં પાણીનું દબાણ વધી જાય છે, ત્યારે પાણી કૂવામાંથી સ્વસ્ફુરિત રીતે ઓવરફ્લો થવા લાગે છે. વૈજ્ઞાનિક રીતે ખુલ્લા કૂવામાં પાણીના આ પ્રકારે હિલોળા લેવાની ઘટનાને 'વેલ શેશ' કહેવામાં આવે છે, જે મૂળ સ્વિટ્ઝર્લૅન્ડના ભૂગર્ભજળ સંશોધનમાંથી આવેલો શબ્દ છે. ભૂકંપના આફ્ટરશોક નહીં, વિન્ડ એનર્જીની અસર હોવાની શક્યતા : સિનિયર વૈજ્ઞાનિક ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના સિનિયર વૈજ્ઞાનિકે મોરબીના વીરપડા ગામમાં કૂવાના પાણીમાં જોવા મળી રહેલી હલચલ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, કૂવાના પાણીનું આ રીતે હલવું કોઈ ભૂકંપના હળવા આંચકા બાદની આફ્ટરશોકની અસર નથી. હાલના પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટનાને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલી કંપનજન્ય અસર હોવાની શક્યતા છે. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે સ્થળ પરની પરિસ્થિતિ અને અન્ય વૈજ્ઞાનિક બાબતોનો અભ્યાસ જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આસપાસના કૂવાના પાણી શાંત રસપ્રદ વાત એ છે કે, જે કૂવામાં પાણી હાલકડોલક થઈ રહ્યું છે, તેની આસપાસના વાડી વિસ્તારમાં આવેલા અન્ય કૂવાઓમાં પાણી સંપૂર્ણપણે સ્થિર અને શાંત જોવા મળી રહ્યું છે. માત્ર એક જ કૂવામાં આવી અસામાન્ય ગતિ જોવા મળી હતી.આ બાબતે મોરબીના ગ્રામ્ય મામલતદારે સર્કલ ઓફિસરને તપાસના આદેશ આપ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું-શું બોલવું, ક્યારે બોલવું તે મારો અધિકાર છે:કેન્દ્રીય મંત્રીએ કહ્યું- વિપક્ષ નવા સાંસદોને બોલવાની તક આપે, રાજ્યસભામાં રિજિજુ-ખડગે વચ્ચે બોલાચાલી
    Next Article
    ધોકા સાથે આવેલા ABVPના કાર્યકરોએ વિદ્યાર્થીને ફટકાર્યો, VIDEO:માથું દીવાલ સાથે અથડાતાં લોહીલુહાણ, 3 ટાંકા આવ્યાં; ગુજરાત કોલેજમાં જૂની અદાવતે ધીંગાણુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment