Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે પૂરમાં કઇ ન થયું:પૂર્ણામાં ત્રીજા પૂરથી ટાયડલ ડેમ નજીક અઢી વીઘા જમીનમાં ધોવાણ, અધિકારી અને સ્થાનિકો સામસામે

    21 hours ago

    પૂર્ણા નદીમાં આવેલ પૂરના કારણે વિરાવળ નજીક બનતા ટાઇડલર ડેમ નજીક જમીનનું ધોવાણ થઈ નદીનું પાણી ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ખેતીમાં નુકસાની થતા બુધવારે અધિકારી અને સ્થાનિકો સામસામે આવી ગયા હતા અને વિવાદ સર્જાયો હતો. નવસારીમાં કસ્બા વિરાવળ નજીક પૂર્ણા નદી ઉપર છેલ્લા કેટલાક સમયથી ટાઇડલર ડેમનું કામ ચાલી રહ્યું છે. કામ પૂર્ણતા તરફ છે ત્યારે હાલમાં પૂર્ણા નદીમાં આવેલ ઘોડાપુરમાં ભારે કાંઠે ભારે ધોવાણ થયું હતું. મળતી માહિતી મુજબ ચાલુ સાલ અગાઉના પૂર્ણા નદીના બે પૂરમાં તો ડેમ નજીક મુશ્કેલી નહી સર્જાઈ પણ હાલ 4 દિવસ અગાઉ આવેલ પૂરથી ભારે ધોવાણ થયું. ડેમના પાળાથી થોડે દૂર ભારે ધોવાણ થયું અને પાણી નજીકની ખુલ્લી જગ્યા અને ખેતર તરફ ઘૂસી ગયા હતા. ખાનગી ખેતર ભણી જતા મંગળવારે ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે બુધવારે સ્થળ પર ભારે વાદવિવાદ અને બબાલ મચી હતી. ડેમના કારણે ધોવાણ થયું અને નુકસાની થયાનું સ્થાનિકો જણાવી રહ્યાં હતા. કેટલાક વાહન અને સામગ્રી પણ નદીના પાણીમાં ગરકાવ થયાનું જાણવા મળ્યું હતું. ડુબાણ સહિતના કારણો માટે સંપાદનની તજવીજ ડેમનું કામ તો ઘણું પૂર્ણ થઈ ગયું છે અને ચોમાસા બાદ મોટેભાગના કામ પૂર્ણ પણ થઈ જશે. આ દરમિયાન સરકારે ડેમ પ્રોજેક્ટ અંતર્ગત જ નજીકના વિરાવળ, આમરી સહિતના નજીકના કેટલાક ગામોની જમીન સંપાદન કરવાની તજવીજ પણ શરૂ કરી છે. આ માટેના જાહેરનામા પણ બહાર પાડવાની શરૂઆત થઈ ગઈ છે. નજીકની જમીન સંપાદન કરવાનો હેતુ ડુબાણમાં જવાની શક્યતા સાથે અન્ય પણ છે. વહેણ બદલાતા અમારા ખેતરમાં નુકસાન સર્જાયું ડેમના કારણે નદી કાંઠે ભારે ધોવાણ થયું અને નદીનું વહેણ બદલાઈ અમારા ખેતરમાં પાણી ઘૂસ્યા,મને બેથી અઢી વિઘા નુકસાની થઇ છે.બીજાને પણ નુકસાની થશે.અમારા મશીન સહિતના સાધનોને પણ નુકસાની થઈ છે > બિપીન પટેલ, અસરગ્રસ્ત ખેડૂત, વિરાવળ. પાણી જે અંદર આવે છે તે આગામી દિવસોમાં બંધ કરાશે.. હાલમાં પૂરના કારણે ડેમ સાઇટે ઓવરટોપિંગ થયું હતું ડેમ ઉપર કામકાજ માટે જવા માટે પાળા નજીક જે જગ્યા રાખી છે ત્યાં માટીનું ધોવાણ થયું, જેના કારણે પાણી નજીકની જગ્યામાં ગયું. એપ્રોચ રોડ બનાવીએ છીએ અને મોટા પથ્થર મંગાવ્યા છે તેના દ્વારા પાણી જે અંદર આવે છે તે બંધ કરાશે. >અજય ઘેલાણી, એક્ઝિક્યુટીવ ઇજનેર, ડ્રેનેજ વિભાગ
    Click here to Read More
    Previous Article
    સુરતમાં હિટ એન્ડ રન, મેડિકલ સ્ટુડન્ટનું મોત:એમ્બ્રોઈડરીના કારખાનેદારની દીકરીની પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું, ઈન્ટરનલ બ્લીડિંગ-ઓર્ગન ડેમેજથી નિધન
    Next Article
    'More People Playing Than In Stands': PAK vs WI Test Receives Brutal Verdict

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment