Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાંચ માળની બિલ્ડિંગ જેવડાં મહાકાય રોકેટની ચંદ્ર સાથે ભયાનક ટક્કર, ઝકરબર્ગે મોદીની માફી માગી, વડોદરામાં યુવતીએ પોલીસનો ભાંડો ફોડ્યો

    1 day ago

    નમસ્તે, Meta CEO માર્ક ઝુકરબર્ગે ભારત સરકારની માફી માગી. કંપનીના સીનિયર અધિકારીઓની ટીમે IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાથે મીટિંગ કરી. બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાએ દેશ છોડ્યાના 2 વર્ષ પછી સાર્વજનિક રીતે હાજરી નોંધાવી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે કૉકરોચ જનતા પાર્ટીનો ભવિષ્યનો શું પ્લાન છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મુંબઈમાં જેન ઝી અને જેન આલ્ફા સાથે RSS ચીફ મોહન ભાગવતની ચર્ચા. 2. સુપ્રીમ કોર્ટમાં આસારામની વચગાળાની જામીન અરજી પર સુનાવણી, મેડિકલ ગ્રાઉન્ડ પર જામીનની માંગ. 📰 કાલના મોટા સમાચારો 1. PM મોદીની પોસ્ટ હટાવવા બદલ ઝુકરબર્ગે માફી માંગી:કંપનીએ સ્વીકાર્યું- તેઓ ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ અને ડીપ ફેક રોકવામાં પણ નિષ્ફળ રહ્યા Metaના CEO માર્ક ઝુકરબર્ગે બુધવારે PM મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના મામલે ભારત સરકારની માફી માંગી છે. આ માહિતી ન્યૂઝ એજન્સી PTI એ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. કંપનીએ એ પણ સ્વીકાર્યું કે તેના પ્લેટફોર્મ પર બાળ જાતીય શોષણ સામગ્રી, ડીપફેક અને કન્ટેન્ટ મોડરેશન સંબંધિત ભૂલો થઈ છે. Metaની ગ્લોબલ ટીમે કંપનીના ગ્લોબલ અફેર્સ ચીફ જોએલ કેપલનના નેતૃત્વમાં કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવ અને IT સચિવ એસ. કૃષ્ણન સાથે મુલાકાત કરી. આ બેઠક ગયા મહિને PM મોદીની ફેસબુક પોસ્ટ હટાવ્યા બાદ સરકાર દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પછી થઈ હતી. સરકાર PM મોદીનો વીડિયો ફેસબુક પરથી હટાવવાથી પણ નારાજ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. શેખ હસીના બોલ્યા- ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછી ફરીશ:તેઓ મને જેલમાં નાખે કે મારી નાખે; 2 વર્ષ પછી વર્ચ્યુઅલ ભાષણ આપ્યું, કેમેરો બંધ હતો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બે વર્ષ પછી બુધવારે લોકોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા. ભાષણ દરમિયાન તેમનો કેમેરો બંધ રહ્યો. 25 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું- મને ખબર છે કે તેઓ મને જેલમાં પૂરી શકે છે અથવા મારી પણ શકે છે, તેમ છતાં હું બાંગ્લાદેશ પાછી જઈશ. લોકોનો ટેકો મારા માટે ખૂબ જ જરૂરી છે. મૃત્યુદંડ, ખોટા કેસ અને દેખાડાની સુનાવણી મને ડરાવી શકતી નથી. મારી વિરુદ્ધ ચાલી રહેલી કાનૂની કાર્યવાહી ગેરકાનૂની, ગેરબંધારણીય અને રાજકીય હેતુથી પ્રેરિત છે. હસીનાએ એમ પણ કહ્યું કે તેમણે પોતાની ઈચ્છાથી બાંગ્લાદેશ છોડ્યું ન હતું. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન આવાસ તરફ આગળ વધતા તેમની પાસે ત્યાંથી નીકળવા માટે માત્ર 30 થી 40 મિનિટનો સમય હતો. ત્યારે તેમને ખબર ન હતી કે તેઓ દેશ છોડીને જઈ રહ્યા છે. તેઓ પોતાના પૈતૃક ગામ તુંગીપાડા જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સંજોગો એવા બન્યા કે દેશ છોડવો પડ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અભિજીત દીપકેએ કહ્યું- હમણાં પોલિટિકલ પાર્ટી નહીં બનાવીએ:CJP પ્રેશર ગ્રુપની જેમ કામ કરશે; વિદ્યાર્થીઓ પર નોંધાયેલી FIR પાછી ખેંચવા માટે સરકાર સાથે વાતચીત ચાલુ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું કે હાલમાં CJP રાજકીય પક્ષ બનશે નહીં. તેમણે કહ્યું- અત્યારે ભારતને એક મજબૂત પ્રેશર ગ્રુપની જરૂર છે, તેથી CJP હાલમાં તે જ ભૂમિકામાં કામ કરશે. CJP પ્રવક્તા સૌરવ દાવે જણાવ્યું કે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી FIR પાછી ખેંચવાની માગને લઈને સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. સૌરવે કહ્યું- ઘાયલ પ્રદર્શનકારીઓને કાનૂની અને મેડિકલ મદદ આપવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. સોનમ વાંગચુક આગળ પણ CJPના માર્ગદર્શક બની રહેશે અને સંગઠન સમય-સમય પર તેમની સલાહ લેશે. NEET-UG પેપર લીક આંદોલનથી ચર્ચામાં આવેલી CJPની આજે છત્રપતિ સંભાજીનગરમાં દીપકેના ઘરે મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુપ્રીમ કોર્ટે કહ્યું- પોલીસ પ્રદર્શન દરમિયાન યુવાનોની વાત સાંભળે:પથ્થરમારો થાય તો પણ તેમને સમજાવો, સંસદ માર્ચ દરમિયાન થયેલી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટે સંસદ માર્ચ હિંસાને લઈને બુધવારે કહ્યું કે પ્રદર્શનો દરમિયાન કાયદા અમલીકરણ એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ. જો કેટલાક ભટકેલા લોકો પથ્થરમારો પણ કરે છે, તો પણ પોલીસે યુવાનોને શાંત કરવા, તેમને સમજાવવા અને તેમની વાત સાંભળવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટ 20 જુલાઈના સંસદ ચલો માર્ચના આયોજકો પર કાર્યવાહીની માગ કરતી અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગયું છે. તેમાં આયોજકો પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ સંસદ માર્ચનું આયોજન કર્યું હતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તથા જસ્ટિસ વી મોહનાની બેન્ચે તેને આવી જ બીજી અરજી સાથે જોડી દીધું છે. આ અરજી એક નિવૃત્ત એરફોર્સ અધિકારી મનીષ કુમાર સોલંકીએ દાખલ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચંદ્ર સાથે અથડાયું 4000 કિલોનું મહાકાય રોકેટ:8,690 કિમી પ્રતિ કલાકની ઝડપે ટક્કર થઈ, ઇલોન મસ્કનું 'ફાલ્કન-9' રોકેટ 5 માળની ઇમારત જેટલું મોટું હતું અમેરિકન બિઝનેસમેન ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX)નું એક મહાકાય બેકાબૂ રોકેટ ચંદ્રની સપાટી સાથે અથડાયું છે. 4 હજાર કિલો વજનનું અને લગભગ 5 માળની ઇમારત જેટલું મોટું આ રોકેટ લગભગ 8,690 કિમી/કલાકની ઝડપે અથડાયું. નાસા (NASA)એ કહ્યું કે, 'આ ટક્કરથી પૃથ્વીને કોઈ ખતરો નથી. જોકે, આ ટક્કરની પુષ્ટિ તસવીરો આવ્યા પછી થશે.' આ બેકાબૂ ટુકડો સ્પેસએક્સના 'ફાલ્કન 9' (Falcon 9) રોકેટનો ઉપરનો ભાગ છે. તેને જાન્યુઆરી 2025માં ફ્લોરિડાથી અમેરિકા અને જાપાનના બે લુનર લેન્ડરને અવકાશમાં મોકલવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશન પૂરું થયા પછી રોકેટનો આ ભાગ અવકાશમાં તરતો રહી ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, VIDEO:ટાપુ આકારના 2 પ્લેટફોર્મ અને 4 ટ્રેક; બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર, વેઇટિંગ રૂમ એરપોર્ટની ફીલ અપાવશે વડોદરામાં બનીયન ટ્રી આકારમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરની શાન વધારશે. 1.77 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ અત્યાધુનિક સ્ટેશનમાં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક હશે. બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર અને વેઇટિંગ રૂમ મુસાફરોને એરપોર્ટની ફીલ અપાવશે. આ સ્ટેશનનો વીડિયો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું કે, વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન આકાર લઈ રહ્યું છે, કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો આવો જાણીએ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન કેવુ હશે અને તેમાં શું-શું સુવિધાઓ હશે. વડોદરા શહેરમાં પંડ્યા બ્રિજ નજીક અંદાજે 16,467(1.77 લાખ સ્કવેર ફૂટ) ચોરસ મીટર વિસ્તારમાં વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. આ HSR સ્ટેશનની ડિઝાઈન શહેરમાં જોવા મળતા વડલાઓની પુષ્કળ માત્રાને કારણે 'બનિયન ટ્રી'થી પ્રેરિત છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વડોદરામાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે?, યુવતીએ આપ્યા એડ્રેસ, VIDEO:બોલી- 'મારી પાસે વિગત આવે છે તો પોલીસ પાસે પણ આવતી જ હશે' વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાના દાવા સાથેનો એક યુવતીનો વીડિયો વાઈરલ થયો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કયો વ્યકિત કયું ડ્રગ્સ વેચે છે તેની પણ માહિતી આપી. જો કે, પોલીસ કમિશનર કહી રહ્યા છે કે, યુવતી વધુ માહિતી શેર કરી રહી નથી. વીડિયોમાં યુવતી સવાલ કરી રહી છે કે, મારી પાસે જો માહિતી આવી રહી છે તો પોલીસ પાસે પણ આવી જ રહી હશે? વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ગાંજો, કોકેઈન, MD ડ્રગ્સનું વેચાણ થતું હોવાના દાવા સાથેના વાઈરલ વીડિયોએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. કયા વિસ્તારમં ડ્રગ્સ વેચાય છે તેની માહિતી તો આપી જ છે સાથે કોણ વેચી રહ્યું છે તેનો પણ દાવો કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે:રિજિજુની રાહુલ ગાંધી સાથે બેઠક, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ રાજ્યસભામાં પાસ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાન યુદ્ધમાં 6 ઓઈલ કંપનીએ 7 લાખ કરોડની કમાણી કરી:તે ભારતનાં સંરક્ષણ બજેટ બરાબર, આ દરમિયાન ક્રૂડ ઓઇલ 23% મોંઘું થયું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જંતર-મંતરના પ્રદર્શનકારીઓ સાથે રાહુલની પ્રેસ કોન્ફરન્સ:છોકરીએ કહ્યું- ભારત માતા કી જય બોલવા પર દેશદ્રોહી કહ્યા, શાંતિથી ચાલવા છતાં પણ માર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દુબઈમાં એક પછી એક 20 મિનિટમાં 7 રહસ્યમય બ્લાસ્ટ:વિસ્ફોટથી રાત્રે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા; યમનથી મિસાઈલ એટેકની આશંકા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પ્લાસ્ટિકની નવી નોટો બજારમાં ક્યારે આવશે?:RBI ગવર્નરે જણાવી તારીખ, 10-20 રૂપિયાની નોટોથી શરૂઆત થશે, જે 30 વર્ષ સુધી ચાલશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 1 બોલ, 1 રન અને ગુસ્સામાં મારેલી લાત...બની કિસ્મત, VIDEO!:ફિલ્ડરથી બોલ છૂટ્યો, કિક મારી તો બેટર વિચિત્ર રીતે રનઆઉટ થયો; DPLમાં ઇતિહાસની સૌથી અનિશ્ચિત મોમેન્ટ બની વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુધનું દુર્લભ યોગમાં પરિવર્તન!:બુદ્ધિનો કારક ગ્રહ 22 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં બિરાજમાન, વૃશ્ચિક-મીન સહિત 7 રાશિનું નસીબ ટનાટન રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ કચરામાં મળી ₹11 કરોડની લોટરી ટિકિટ ઇટાલીમાં એક મહિલાએ લોટરી ટિકિટ ખરીદી, પરંતુ મશીને તેને નોન-પેએબલ ગણાવી. નિરાશ થઈને મહિલાએ ટિકિટ કચરામાં ફેંકી દીધી. બાદમાં જાણવા મળ્યું કે તે જ ટિકિટ પર 11 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે. બાદમાં મહિલા ફરી ગઈ અને કચરામાંથી તે જ ટિકિટ શોધી કાઢી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : 30 વર્ષથી ભાજપ સરકાર, 30 વર્ષથી અકબંધ બાજીનો ખેલ: મનપસંદ જુગારખાનું પોલીસ કેમ બંધ કરાવી શકતી નથી; ED ત્રાટકી છતાં પોલીસ જુગારકિંગની ગુલામ કેમ? 2. પત્ની દેહ વેપાર અને પતિમાંથી કોઇને છોડવા તૈયાર નહોતી: સગાના ઘરે જવાનું કહી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, 34 વર્ષથી બિંદાસ્ત જીવતા કાતિલને પોલીસે દબોચ્યો 3. Editor's View: પાકિસ્તાનમાં સરકાર પાડવાની તૈયારી: મુનીરનો ખતરનાક પ્લાન, ગૃહમંત્રીને બલિનો બકરો બનાવ્યા, હવે શું થઇ શકે? ત્રણ સંભાવના પર દુનિયાની નજર 4. પારકી પંચાત : ભાગો...ભાગો સાપ આવ્યો: ભાજપના નેતાએ સીધો ઠેકડો માર્યો, ઈટાલિયાએ PM મોદીના ચાળા પાડ્યા, ધારાસભ્ય ગાળ બોલતા સાહેબ નીચું જોઇ ગયા 5. આજનું એક્સપ્લેનર: CM વિજયની 'દોસ્ત' પર કમેન્ટ, ઉદયનિધિને તમિલનાડુ પોલીસે ઉપાડી ગઈ, 9 કલમો લગાવી; વિજય અને ત્રિશાની કહાની શું છે? 6. 'ઘર હોય કે ઓફિસ, હું ક્યારેય મદદ માંગતી નથી': 'દરેક કામ જાતે કરું છું, ડરું છું કે લોકો મને નબળી સમજશે, પરિણામે હેરાન થાવ છું, શું કરું?' 7. સિગારેટ-માવો છોડી જુવાનિયાઓએ નશાની રીત બદલી!: નિકોટિન પાઉચનો વધતો ક્રેઝ, વ્યસન મુકવાના ચક્કરમાં નવી લત લાગશે; જાણો છોડવાની રીત 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: વૃષભ રાશિના આવકના અટકેલા સ્ત્રોતો ફરી શરૂ થશે, વૃશ્ચિક અને કુંભ રાશિને પ્રોપર્ટીના સોદામાં લાભના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    बाइक-कार के थर्ड पार्टी इंश्योरेंस से आपको क्या-क्या मिलता है फायदा?
    Next Article
    Sheikh Hasina's Son Warns Bangladesh Risks Becoming "Another Pakistan"

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment