Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ:રાજ્યમાં ઉત્પાદન, વેચાણ કે પરિવહન કરી શકાશે નહીં, ભંગ કરનાર સામે સજાની જોગવાઈ

    1 day ago

    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવામાં આવેલા સેમ્પલની તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થતા સરકારે તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં એનાલોગ પનીર પર શા માટે પ્રતિબંધ મૂકવો પડ્યો? રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી લીધેલા સેમ્પલની લેબોરેટરી તપાસ દરમિયાન નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાન પર આવ્યું. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ આ પ્રતિબંધ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની કોઈપણ રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપર માર્કેટ કે વેપારી એનાલોગ પનીર, ચીઝ કે બટરનું ઉત્પાદન, વેચાણ કે હેરફેર કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને માત્ર અસલી પનીર વાપરવા સૂચના રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ માલિકો, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર નિયમોનુસારનું અસલી પનીર વેચવા તથા રસોઈમાં તેનો ઉપયોગ કરવા સખત સૂચના આપવામાં આવી છે. ચાર મહિના પહેલા રેસ્ટોરન્ટમાં બોર્ડ મારવાનો આદેશ કર્યો અને હવે સંપૂર્ણ પ્રતિબંધ રાજ્ય સરકારે ચાર મહિના પહેલા હોટલ અને રેસ્ટોરન્ટમાં જે પનીર વાપરવામાં આવે છે તે એનાલોગ છે કે મિલ્ક પનીર છે તેનું બોર્ડ લગાવવાનો આદેશ કર્યો હતો. હવે સરકારે એનાલોગ પનીરના ઉપયોગ પર જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 200 દીકરીઓને નિશુલ્ક રેઈનકોટ અપાયા:ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો
    Next Article
    Buy, Sell Or Hold: Kaynes Technology, Ather Energy, Marico, Groww - Ask Profit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment