Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ગણેશ સંગઠનના પ્રમુખ તરીકે ગિરીશ ભાસ્કર ચૂંટાયા:સર્વસંમતિથી વરણી; વાર્ષિક હિસાબ પણ રજૂ કરાયો

    2 days ago

    શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ સંગઠનની સામાન્ય સભા મોઢ ઘાંચી પંચની વાડી ખાતે યોજાઈ હતી. આ સભામાં ગિરીશ ભાસ્કરની સર્વસંમતિથી પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. સભા દરમિયાન ગત વર્ષના ગણેશોત્સવના ખર્ચનો વિગતવાર હિસાબ પણ રજૂ કરાયો હતો. પ્રમુખ પદ માટે સંગઠનના સભ્યોને દાવેદારી નોંધાવવાની તક આપવામાં આવી હતી. જોકે, ઉપસ્થિત તમામ સભ્યોએ એકસૂરે ગિરીશ ભાસ્કરના નામ પર મહોર મારી હતી, જેના પરિણામે તેમની બિનહરીફ વરણી થઈ હતી. સંગઠનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી બે થી ત્રણ દિવસમાં કમિટીના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના અન્ય મહત્વના હોદ્દાઓ માટે પણ નામ નક્કી કરીને વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. વર્ષ 1982થી નવસારી શહેરમાં સક્રિય આ ગણેશ સંગઠન દર વર્ષે ગણેશ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંગઠન દ્વારા વિવિધ ગણેશ મંડળો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર વચ્ચે યોગ્ય સંકલન સાધીને કામગીરી કરવામાં આવે છે. નોંધનીય છે કે, 15 દિવસ અગાઉ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ પદ અંગે વિવાદ સર્જાયો હતો. જોકે, આ વખતે સભા ખૂબ જ શાંતિપૂર્ણ અને બિનવિવાદાસ્પદ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પોતાની વરણી બાદ નવનિયુક્ત પ્રમુખ ગિરીશ ભાસ્કરે જણાવ્યું હતું કે, સંગઠનનો મુખ્ય હેતુ ગણેશ મહોત્સવ રંગેચંગે અને કોઈ પણ વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે દિશામાં કામ કરવાનો રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, ગણેશજીની મૂર્તિઓની ઊંચાઈ સંબંધિત બાબતોમાં પણ વિવિધ ગણેશ મંડળો અને વહીવટી તંત્ર વચ્ચે યોગ્ય સંકલન જાળવીને આગળ વધવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદ બાદ ભરૂચના ખેતરો જળબંબાકાર:હજારો એકર ઉભા પાકને નુકસાનની ભીતિ; ખેડૂતોની પાણીના નિકાલ અને વળતરની માંગ
    Next Article
    Bigg Boss Telugu Season 10: From 'Agnipariksha', Host To Premiere Date, Here's Everything We Know So Far

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment